તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:આંશિકને બદલે બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન રાખવા માંગ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9થી 2 સુધી તમામ ધંધા શરૂ રાખવાની છૂટ આપો
  • હાલ બજારોમાં 50 ટકા ધંધા ચાલુ હોય ભીડ રહે જ છે, ચેમ્બર દ્વારા CMને રજૂઆત

હાલમાં ભાવનગર સહિતના 36 શહેરોમાં આંશિક લોકડાઉન અમલમાં છે. તેમાં આવશ્યક ચીજો સિવાના પણ ઘણા વેપાર-ધંધા શરૂ હોય છે. તેના કારણે બજારોમાં 50 ટકા જેટલા ધંધાઓ ચાલુ છે આથી લોકોની અવર-જવર બંધ થઇ નથી. આ સાથે જે વેપારીઓના ધંધા-રોજગાર બંધ છે તેમનામાં ખુબ જ નારાજગી ફેલાઇ છે. હાલમાં આ આંશીક લોકડાઉનથી જેમના ધંધા બંધ છે તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદીના આ માહોલમાં કુટુંબનો નિર્વાહ અને બેંક લોન લીધી હોય તો હપ્તા કઇ રીતે ભરવા તેવા પ્રશ્નો સતાવી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંશિક લોકડાઉનને બદલે બપોર સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

વધુમાં જણાવાયું છે કે શહેરના વિવિધ એસો. સાથે આ બાબતે ચર્ચા કરાઇ છે. તેમાં એક જ મત આવ્યો છે કે સવારના 9થી બપોરના 2 વાગ્યા સુધી તમામ વેપાર-ધંધા ચાલુ રહેવા દેવા જોઇએ અને બપોરના 2 વાગ્યા બાદ મેડિકલ સ્ટોર, દૂધની દુકાનો અને પેટ્રોલ પંપ સિવાયના તમામ વેપાર-ધંધા બંધ રાખવા જોઇએ. અને બપોરના 2 વાગ્યા બાદ લોકો પણ જરૂરી કામ વગર બહાર ન નીકળે તે માટે કડક નિયંત્રણો લાદવા જોઇએ તેવી માંગ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...