તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યુનિવર્સીટીમાં પી.ઈ.ટી (પેટ)ની પરીક્ષામાં પણ ટેટની જેમ મુદ્દત 2 વર્ષથી વધારીને આજીવન કરવા માંગ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટ સભ્ય દ્વારા નિર્ણય લેવા કુલસચિવને રજૂઆત

તાજેતર માં દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષક ની નોકરી મેળવવા જરૂરી પરિક્ષા ટેટ પાસ ની મુદ્દત જે અગાઉ 7 વર્ષની હતી તે વધારીને આજીવન કરવામાં આવી હતી. આ મુદ્દે કોર્ટ સભ્ય મહેબૂબ બલોચ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. વડે લેવાતી પેટ ( પી. ઈ.ટી.) ની પરિક્ષામાં પણ સમય મર્યાદા નાં બાધ ને દૂર કરીને પેટ ની પરિક્ષા પાસ હોય તેવા ઉમેદવારો ને ટેટ ની જેમ મુદ્દત આજીવન કરવા કુલસચિવ ને રજૂઆત કરવામાં આવી છે.

ટેટ પાસ વિદ્યાર્થીઓ ને તો નોકરી મળવાની જ છે જ્યારે પેટ પાસ વિદ્યાર્થીઓને તો યુનિ. એ ફક્ત એડમિશન મેળવવાની તક આપવાની છે. જો ભારત સરકાર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈ શકતી હોય તો યુનિ. દ્વારા પણ વિદ્યાર્થી હિતનો નિર્ણય લેવાવો જોઈએ. હાલમાં પેટ પાસ વિદ્યાર્થીઓની એડમિશન ની મુદ્દત બે વર્ષની છે જે વધારીને આજીવન કરવા કોર્ટ સભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિત માટે તાત્કાલિક નિર્ણય લેવા કોર્ટ સભ્ય દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...