માંગણી:ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગર રેલવે સ્ટેશન પર સુવિધાઓ વધારવા માંગ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણીપીણીનાં સ્ટોલ શરૂ કરવા, રિક્ષાઓને સ્ટેશનમાં પ્રવેશ મંજૂરી આપવા રજૂઆત

ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇ્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગર ડિવિઝનલ મેનેજર ને ભાવનગર રેલવે સ્ટેશન પર કેટલાક સુધારા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં કોરોના ની સ્થિતિ કાબૂમાં છે અને મુસાફરો ની સંખ્યા નહિવત છે ત્યારે ધોળા, બોટાદ અને અન્ય રેલવે સ્ટેશનો પર ખાણીપીણી નાં સ્ટોલ શરૂ થઈ ગયેલા છે. તે ભાવનગર સ્ટેશન પર પણ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

પ્લેટફોર્મ નંબર 3 નું કામ થયું હોય તેની માહિતી સાથે સાથે ભાવનગર રેલવે સ્ટેશન ની અંદર રિક્ષા વાળા ને એન્ટ્રી આપવાની પણ રજૂઆત થયેલી છે. લાંબાગાળા ની મુસાફરી માટે ઘણા મુસાફરો પાસે ખૂબ સામાન હોવાથી રિક્ષા અત્યંત જરૂરી બને છે. આ તમામ સગવડો તથા આર્થિક અને શારીરિક બાબત ને ધ્યાનમાં લઈને સામાન્ય તથા પબ્લિક, વરિષ્ઠ લોકો માટે ભાગે રેલવે માં જ મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...