રજૂઆત:ભાવનગર-સાબરમતી ટ્રેનનો સમય અનુકૂળ રાખવા માંગ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુસાફર અનુકૂળ સમય પત્રક બનાવવું જરૂરી
  • પ્રતિકૂળ સમય ફાળવવામા આવે તો મુસાફરો મળતા નથી અને ટ્રેન રદ થઇ જાય છે

બોટાદથી અમદાવાદ વચ્ચેની મીટરગેજ લાઈન બદલી અને નવી બ્રોડગેજ લાઇન બિછાવવામાં આવેલી છે. આ ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ટૂંક સમયમાં ભાવનગર થી સાબરમતી વચ્ચે આ નવા ટ્રેક પર મુસાફર ટ્રેન બનાવવાની યોજના છે. આ ટ્રેનનો સમય પત્રક શરૂઆતથી જ મુસાફરો માટે અનુકૂળ રાખવાની માંગણી ઉઠી રહી છે.

અગાઉ ભાવનગરથી ગાંધીનગરની ટ્રેન સવારે પાંચ વાગ્યે ભાવનગર થી ઉપડતી હતી તેથી ભાવનગર થી દૂર આવેલા વિસ્તારોમાંથી મુસાફરોને રેલ્વે સ્ટેશન સુધી વહેલી સવારે પાંચ વાગ્યે પહોંચવામાં વાહનો પણ મળતા ન હતા અને અનેક પ્રકારની અગવડ તેમનો સામનો કરવો પડતો હતો. જેના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી રહેતી હતી.

રેલ તંત્ર દ્વારા ભાવનગર થી સાબરમતી ટ્રેન નો જે પ્રસ્તાવ છે તે ટ્રેનને કાળુપુર સુધી લંબાવવામાં આવે તો મુસાફરો માટે વધુ અનુકુળ સાબિત થઈ શકે તેમ છે ઉપરાંત ભાવનગર થી ઉપડનાર આ ઇન્ટરસિટી ટ્રેનનો સમય સવારે છ વાગ્યે રાખવામાં આવે તો 10:00 અમદાવાદમાં આસાનીથી પહોંચી શકે તેમ છે.

અને આ સમય પત્રક મુસાફરો માટે સૌથી વધુ અનુકુળ સાબિત થઈ શકે તેમ છે. રેલ તંત્ર દ્વારા જો અગાઉથી જ મુસાફરોને અનુકૂળ આવે તેવા સમય માટે ભાવનગર અમદાવાદ ટ્રેન નું સમયપત્રક નક્કી કરવામાં આવે તો મુસાફરોની સંખ્યા પર્યાપ્ત માત્રામાં મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...