તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાલિતાણામાં એનિમલ એમ્બ્યુલન્સની માંગણી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલીતાણા ગોપાલધામમા પૂ.સ્વામી શરણાનંદ બાપુ, રમેશભાઇ શુક્લ, બિહારીબાપુ ગોંડલીયા, ગૌતમબાપુ ગોંડલીયા તેમજ પાલીતાણા જુદી જુદી સંસ્થાના પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં ગૌસેવા સમિતિ પાલીતાણા શહેર તાલુકા ટીમની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં ઉપસ્થિત ગૌસેવા સમિતિ જૂદી જુદી ગ્રામ્ય 15 જેટલી ટીમોને ગૌસેવા કામગીરી દરમિયાન જરૂર પડતી માસ્ક,સેનીટાઇઝરની કીટ સંતોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાલીતાણામાં અબોલ પશુઓની સેવા અર્થે જરૂર પડતી એનિમલ એબ્યુલન્સ તેમજ જરૂરી સહ સાધનોની મદદ સરકાર દ્વારા પાલીતાણાને મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.આ સાથે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે પાલીતાણામાં વર્ષોથી દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા રચના ફાઉન્ડેશનના પ્રમુખ પ્રકાશભાઈ સોલંકીનું તેમજ આજે અસ્થિર હાલતમાં રહેતા ફક્ત માતા.બહેનો માટે દિવ્યાંગ માનવ સેવા આશ્રમ ટ્રષ્ટ ગારીયાધારના ટ્રષ્ટિ ગોપાલભાઈ,મયુરભાઈનું પણ સંતોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો