અન્યાય:ખેડુતો માટે મુશ્કેલીરૂપ મહેસુલી કાયદામાં ફેરફાર કરવાની માંગ

વલભીપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં વારસાઇ થઇ ગયા પછી તેને ખેડુત માનવો જ પડે
  • ખેડુત ખાતેદારને દાખલો અથવા તો પ્રમાણ પત્ર મેળવવાનો મુંજવતો પ્રશ્ન

વલભીપુર તાલુકા સહિત સમગ્ર જિલ્લાના ખેડુતોને હાલમાં સૌથી મુંજવતો પ્રશ્ન હોય તો તે ખાતેદાર ખેડુતનો દાખલો અથવા તો પ્રમાણ પત્ર મેળવવા બાબતનો છે. વલભીપુર શહેર,તાલુકા સહિત સમગ્ર જિલ્લાના ખેડુત જો જે તે તાલુકા સિવાય અન્ય તાલુકામાં કે જિલ્લા બહાર ખેતીની જમીન ખરીદ કરે તો તે ખેડુતે પોતે જે ગામમાં ખેતીની જમીન ધારણ કરતા હોય તે તાલુકાને સંબંધીત નાયબ કલેકટર(પ્રાંત અધિકારી) ને મહેસુલ વિભાગની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે અને અરજી કરતા સમયે રૂ.બે હજાર ફી ની રકમ પણ ઓનલાઇન ભરવી ફરજીયાત છે.

1945 થી 1955 ના સમય ગાળા દમ્યાન ગણોતધારા લાગુ કરવામાં આવેલ તેથી જે લોકો પાસે વધુ જમીન હતી તેની પાસેથી તે જમીન પરત લઇ લેવામાં આવતી અને આ જમીન જે ખેડુત જમીન વાવતા તેને ગણોતીયા તરીકે આપવામાં આવતી જેને લઇ ખેડ કરતા કુટુંબનું જીવન નિર્વાહ ચાલયા કરે અને આ સમયે સૌરાષ્ટ્ર રાજયમાં ખેડે તેની જમીનનો કાયદો આવ્યો તેથી સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકો જમીન પ્રાપ્ત થઇ હતી. સમયાંતર જમીનમાં ભાઇઓ ભાગ પડતા એટલે મોઢાના કરારથી નાના ભાઇઓને વહેંચણ થી જમીન આપતા અને આ વહેંચણની સ્થાનીક રેવન્યુ રેકર્ડ ઉપર તલાટી કમ મંત્રીઓ ગામ દફતરે નોંધ પાડતા અને મામલતદાર નોંધ પ્રમાણીત પણ કરતા હતાં.

હાલમાં આ પ્રકારની રેવન્યુ દફતરે પડી હોય તેને 25 થી વધુ વર્ષ થયા હોય રાજયમાં અનેક જમીન પ્રમોલગેશન હાથ ધરવામાં આવ્યું હોય તે દરમ્યાન કોઇ ક્ષતી ધ્યાનમાં ન આવી હોય તેમ છતાં પ્રાંત અધિકારીઓએ એટલું જ ચકાસવાનું હોય છે કે, અરજદાર ખેડુત ખેડુત પુત્ર અથવા તો પુત્રી છે કેમ? બસ માત્ર એટલી ચકાસણી પુરતી છે તેના બદલે કાયદાની ઉપરવટ જઇને અધિકારીઓ ખેડુત નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય આપવાને બદલે જુની હક્ક નોંધ જે ખુદ રેવન્યુ અધિકારીએ જ પ્રમાણીત કરી હોવા છતાં તેમાં ક્ષતી છે ભુલ છે ના વ્યર્થ કારણો દર્શાવી અરજી દફતરે કરવામાં આવે છે. આ અંગે ખેડુત સંઘ દ્વારા રાજયના મહેસુલ મંત્રી રજુઆત કરી આ પ્રકારના પાયા વિહોણા કારણો શોધી કાઢી ખેડુતોને પરેશાનીમાંથી મુકત કરવા રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...