છેતરપીંડી:દિલ્હીના ઠગે રૂ. 12.55 લાખ લઈ ઓઇલ ન આપી આચરેલી ઠગાઈ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વેપારીએ દીલ્હીના વેપારી સાથે 24000 કી.ગ્રા ઓઇલનો સોદો નકકી કરેલો

શહેરના ગાયત્રીનગર ખાતે રહેતા અને ઓઇલનો વેપાર કરતા વેપારીને તેમના ગૃપ મારફત દીલ્હીના વેપારી સાથે ઓઇલનો સોદો નકકી થયેલ. અને એડવાન્સ પેમેન્ટ રુ. 12.55 લાખનુ બેન્કના ખાતામા નાખેલ. બાદમા દીલ્હીના વેપારીએ ઓઇલ ન મોકલી ઠગાઇ કર્યાની ભાવનગરના વેપારીએ પોલીસ ફરિયાદ કરેલ છે.

ભાવનગર ખાતે ઓઇલનો વેપાર કરતા રાકેશસિંહ રણુભા ગોહીલ કે જેઓ અવાર નવાર મુન્દ્રા પોર્ટ ખાતેથી જરૂર મુજબનું ઓઇલ મંગાવતા અને વેપાર કરતા હતા.ઓઇલના ધંધામાં દીલ્હી અને મુંબઇના વેપારીઓ સંકળાયેલા હોય જેઓ સાથે ફોન દ્વારા જ વેપાર કરવામા આવતો હોય છે.ગત તા.5/2/20201 તેમના ઓઇલના વેપારીનું સિન્ડીકેટ ગ્રૃપ હોય જે ગ્રૃપમા તમામ ઓઇલના લે-વેચને વાતચીત તથા ગુણવતા બાબે એક બીજા સાથે ચર્ચા કરતા હોય આ ગ્રૃપમા સામેલ દિપકભાઇ ત્યાગી નામના વ્યકીત સાથે ઓઇલ લેવા બાબતની વાતચીત થયેલ અને ફરિયાદીને તેઓ ઓઇલની જે ગુણવતા ની જે પ્રોડકટ વેચવાની હતી.

તેના ફોટા ફરિયાદીના વોટસએપ પર મોકલેલ. ફરિયાદીને ઓઇલની જરુર હોય જેથી રૂ. 48/- ના કીલો તથા જી.એસ.ટી. તથા પરિવહન ભથ્થુ ફરિયાદીએ ચુકવવાનું અને ઉપર મુજબના ભાવે ફરિયાદીએ દીલ્હીના વેપારી પાસેથી 24000 કિ.ગ્રા. ઓઇલ લેવાનું તેઓ સાથે નકકી થયેલ. જેથી ટોટલ કિંમત રૂ.1255680 થતા હોય જેથી તેઓએ વીશ્વાસમા લઇ પહેલા તેઓના બેન્ક ખાતામા રકમ નાખવાનુ કહેતા ફરિયાદીએ પ્રથમ બે લાખ અને બાદમા 1055680 ની રકમ દીલ્હીના વેપારીના ખાતામા પી.બી.એન્ટરપ્રાઇઝ ન્યુ દીલ્હીમા જમા કરાવેલ.બાદમા તેઓએ ઓઇલ ન મોકલતા અને ફોન કરતા સ઼પરક કરેલ નહી.

ફોન ઉપાડવાનુ બંધ કરી દીધેલ.અને ફરિયાદીનો ન઼બર બ્લેક લીસ્ટમા મુકી દીધેલ.જેથી ફરિયાદીએ તેમના મીત્ર મનદિપસિંહ પરાક્રમસિંહ ગોહિલ તથા સુર્યદિપસિંહ ગોહિલને આ બાબતે વાત કરતા તેઓએ દિપક ત્યાગીનો સંપર્ક કરતા તેઓના ફોન પણ ઉપાડતો નહિ. જેથી ફરિયાદીને તેઓ છેતરાયાની ખાત્રી થતા આ મામલે દિલ્હીના દીપક ત્યાગીએ પોતાની સાથે રૂ. 1255680 ની મતાની ઠગાઇ કર્યાની તેની સામે એ.ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...