તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ટીપીઓના અભિપ્રાયના વાંકે TP સ્કિમની પરવાનગીમાં વિલંબ, શહેરના વિકાસમાં થાય છે વિલંબ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના કુટુંબોને બાંધકામ મંજૂરીમાં હેરાનગતિ બાબતે જીતુભાઇ વાઘાણીની CMને રજૂઆત

ભાવનગર શહેરમાં મંજૂર થયેલી ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કિમોમાં ટીપીઓના અભિપ્રાયને કારણે વિકાસ પરવાનગીની કાર્યવાહીમાં વિલંબ થવા બાબતે અને સામાન્ય , મધ્યમ તેમજ નાના કુટુંબોને બાંધકામ પરવાનગીની થતી એરાનગતિ બાબતે અને તેના કારણે શહેરના વિકાસમાં થતા વિલંબ બાબતે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરી આ સમગ્ર બાબતે ઝડપભેર કાર્યવાહી કરવા યોગ્ય આદેશ કરવા અનુરોધ કર્યો છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ભાવનગરની હદમાં વધારો થતા આજુબાજુના 6 ગામોને શહેરમાં સમાવેશ કરાયો છે.

આ વિસ્તારોમાં ટી.પી.સ્કિમના ડ્રાફ્ટ સરકારે મંજૂર કર્યા છે. જો કે નિયમ મુજબ ટીપીઓનો અભિપ્રાય મેળવી વિકાસ પરવાનગી અપાતી હોય છે. પણ ટીપીઓ દ્વારા વિસ્તૃત માહિતી માગી અભિપ્રાય અપાતા નથી. શહેરની ટીપી સ્કીમ બાબતે આવી અનેક બાબતોની રજૂઆત જીતુભાઇએ કરી આ સંદર્ભે ટીપીઓ, ડીઆઇએલઆર તથા મ્યુ. કમિશનર સાથે ચર્ચા કર્યાને 6 માસ થયા છતાં વિકાસ પરવાનગી માટે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને નાના પ્લોટમાં બાંધકામ મંજૂરી મળતી નથી. શહેર વિકાસ સચિવ સાથે પણ ચર્ચા થયેલી છે. હવે મુખ્યમંત્રીને ઝડપભેર યોગ્ય કરવા અનુરોધ કરાયો છે.

આમ ભાવનગર શહેરમાં ટાઉન પ્લાનીંગ યોજનાને મંજુરી યોગ્ય સમયે ન મળતા તેના લાભાર્થીઓને નુકશાન થાય જ છે પણ સાથે શહેરના સર્વાંગી વિકાસને પણ નુકશાની ભોગવવી પડે છે. આથી સત્વરે આ યોજના મંજુર કરવા રજૂઆતમાં ભાર મુકાયો છે.

કઈ કઈ ટાઉન પ્લાનિંગ યોજનાને પરવાનગીમાં કેવી રીતે થયો છે વિલંબ
ટીપી સ્કિમ-6 સીદસરનો ડ્રાફ્ટ તો વર્ષોથી મંજૂર છે પણ અભિપ્રાય આપવામાં આવતા નથી જેથી 100 પ્લોટસમાં વિકાસ પરવાનગી અટકેલી છે. ટીપી સ્કિમ-13 અને 14 તરસમીયામાં ઇ.સ.1998થી ડ્રાફ્ટ તો મંજૂર છે પણ માપણીના નામે ફરી નિમતાણા મેળવવાનો આગ્રહ રાખી અભિપ્રાયો પાઠવાતા નથી. ટીપી સ્કિમ-16 અધેવાડામાં સ્કીમને લગતું તમામ સાહિત્ય જમા કરાવાયું છે પણ તેનો કોઇ જવાબ આવ્યો નથી.

ટીપી સ્કિમ-20, નારીમાં ટીપીઓની કચેરીમાં સઘળું સાહિત્ય જમા કરાવાયું છે તેમાં અલગ મુદ્દા કાઢી પૂર્તતા કરવા પરત મોકલેલ છે. ટીપી સ્કિમ-23 તરસમીયામાં નકારાત્મક અભિપ્રાય અપાયો છે. ટીપી સ્કિમ-24 નારી તથા 25-ફુલસર 50 વર્ષ જૂની સોસાયટીઓ આવેલી છે તેમાં લંબાણવાળી વિગતો માગી છે તે બાબતે તો વર્ષો વીતી જાય તેમ છે ત્યારે યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...