રજૂઆત:ગુજરાત બોર્ડે આપેલા શાળા નોંધણીના પ્રમાણપત્રમાં ક્ષતિઓ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલ વિનામૂલ્યે આ ભુલ સુધારવી આવશ્યક
  • બોર્ડે આપેલા સર્ટિફિકેટમાં ટ્રસ્ટના નામ, સ્કૂલના નામ, નંબર જેવી બાબતોમાં પ્રિન્ટિંગની ભુલો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નવી શાળા નોંધણી પ્રમાણપત્ર મળ્યા છે જેમાં ટ્રસ્ટના નામમાં સ્પેલિંગ ભૂલ, સ્કૂલના નામમાં સ્પેલિંગ ભૂલ, નંબરમાં પણ ભૂલ હોય અને પ્રિન્ટિંગ ક્ષતિઓ આવેલી છે તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના માધ્યમિક વિભાગ દ્વારા બોર્ડના અધ્યક્ષ જણાવી આ બાબતે તત્કાલ સમય મર્યાદા વધારવા અને આવા સુધારા વિનામૂલ્યે કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

શાળા નોંધણીનું પ્રમાણપત્ર ઓમાં કેટલીક ભૂલો સુધારણા માટે સમય અવધિ લંબાવવા અને શાળા પોતે આધાર સાથે જે સુધારા સૂચવે તે પ્રમાણે સુધારા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે આ પ્રક્રિયાને ઓનલાઇન પણ કરી શકાય. વધુમાં આ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હોય અને પ્રિન્ટિંગ ભૂલો રહેવા પામી હોય તો નવા સર્ટિફિકેટ માટે સ્કૂલ પાસેથી રૂપિયા 100 કે 200 રૂપિયા વસૂલવા યોગ્ય નથી. આથી આ બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય સમય મર્યાદા વધારવા તથા આવા સુધારા નિશુલ્ક કરવામાં આવે તેવી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા માંગ કરાઇ છે.

આમ ખુદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળાઓને આપેલા નોંધણી પ્રમાણપત્રોમાં અનેક પ્રકારની પ્રિન્ટીંગ ક્ષતીઓ જોવા મળી છે જે દૂર કરવી અત્યંત આવશ્યક હોય વિનામૂલ્યે આ સુધારા ઝડપભેર કરવા માટે રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...