અસ્વસ્થ ભાવનગર:દીન બાળ - જિલ્લામાં 4260 કુપોષિત બાળકો

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 733
  • 10 તાલુકાઓ પૈકી સૌથી વધુ મહુવા તાલુકામાં 721 બાળકો કુપોષિત

રાજ્યની આંગણવાડી અને શાળાઓ મારફતે બાળકોને પોષણયુકત આહાર મળે માટે તંત્ર ગોઠવાયું છે, છતાં રાજ્યમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાતના 30 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1.25 લાખ બાળકો કૂપોષણથી પિડાય છે. આ પૈકી 1.01 લાખ ઓછા વજનવાળા અને 24121 બાળકો અતિ ઓછા વજનવાળા છે.

દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કુપોક્ષણને અટકાવવા કરવામાં આવતો હોવા છતાં ભાવનગર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 4,260 છે. જેમાં તાલુકા કક્ષાએ સૌથી વધુ મહુવામાં 721 બાળકો કુપોષિત છે. સમગ્ર જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 733 છે. પાટણના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતુ કે 31 ડિસેમ્બર, 2022ની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં કુપોક્ષિત બાળકોની સંખ્યા 4260 છે. જેમાં મહુવા તાલુકામાં સૌથી વધુ 721 અને ગારિયાધાર તાલુકામાં સૌથી ઓછા 109 કુપોક્ષિત બળાકો છે.

બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે સરકારે પોષણયુક્ત આહારની યોજનાઓ શરૂ કરી છે. ગુજરાત રાજ્યના તમામ આંણણવાડી કેન્દ્રોમાં સત્વ ડબલ ફોર્ટિફાઇડ મીઠું, સર્વ ફોર્ટિફાઇડ આટો તેમજ ફોર્ટિફાઇડ તેલ આપવામાં આવે છે. બાલ શક્તિના 500 ગ્રામના પેકેટસ પણ આપવામાં આવે છે.

કુપોષણ દૂર કરવા રાજ્ય આરોગ્ય વિભાગની અનેક યોજનાઓમાં દર વર્ષે બજેટમાં કુપોષણ દૂર કરવા કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે. આમ છતાંય કુપોષણની સમસ્યા હજુ ઠેરની ઠેર રહી છે. આ મહામારીમાં ઓછું વજન, લોહતત્વની ઉણપ ધરાવતા બાળકોને કુપોષણની અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. આમ, કરોડોનો ખર્ચ બાદ પણ ભાવનગર જિલ્લામાં કુપોષણવાળા બાળકોની સંખ્યામાં વધતો વધારો એનાં અમલ વિશે પ્રશ્નાર્થ સજેઁ છે.

તાલુકા મુજબ કુપોષિત બાળકોની સંખ્યા

તાલુકોઓછા વજનવાળા

અતિ ઓછા વજનવાળા

ભાવનગર523116
ગારિયાધાર10920
ઘોઘા16063
મહુવા721120
પાલિતાણા410109
સિહોર36824
તળાજા648172
ઉમરાળા25150
વલ્લભીપુર33759
કુલ3527733

કુપોષણ એટલે શું?
- ઉંમર પ્રમાણે વજન ઓછું હોય તે બાળકોને કુપોષિત ગણવામાં આવે છે.
-યોગ્ય ગુણવત્તાવાળો આહાર ન મળતા કુપોષણ વધે છે.
-બાળકોમાં પોષક તત્ત્વો અને લોહીની ખામીને કુપોષણની વ્યાખ્યામાં ગણાય છે.
-હાડકાની નાજુકતા અને રોગપ્રતિકારક તંત્રનું નબળું પડવું.
-શ્વસન અક્ષમતા. યકૃત અને સ્વાદુપિંડની તકલીફ.

કુપોષણને રોકવા શું કરી શકાય
કુપોષણને રોકવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર જાળવવાની ભલામણ કરવામાં આવે છે. બ્રેડ, ચોખા, બટાકા, અન્ય વચ્ચે. આ દૈનિક આહારનો સૌથી મોટો ભાગ બનાવે છે અને ઊર્જા માટે જરૂરી કેલરી પૂરી પાડે છે, કાર્બોહાઇડ્રેટ્સનું પરિવર્તન કરે છે જે શર્કરામાં રૂપાંતરિત થાય છે. દૂધ ચરબી અને સાદી શર્કરાનો મહત્વપૂર્ણ સ્ત્રોત. તેમજ કેલ્શિયમ જેવા ખનિજો. ફળો અને શાકભાજી, વિટામીન, ખનિજો તેમજ ફાઈબરથી ભરપૂર ખોરાક જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...