ડેડાણ ગામને એસ.ટી બોર્ડ દ્વારા ગાંધીનગર- અમદાવાદની બસ નહી ફાળવતા તંત્ર દ્વારા ગામ લોકોને અન્યાય થઈ રહ્યો છે. ડેડાણની 15000 વસ્તી હોવા છતાં ગાંધીનગર -અમદાવાદ માટે બસ ન મળતા હાલાકી સર્જાઈ છે. ડેડાણ નીચે આવતા 22 ગામડાને પણ આવો અન્યાય થતા તાત્કાલિક એસ.ટી બસની સુવિધા મળે તેવી લોક માંગ ઉઠી છે.
ડેડાણ ગામને છેલ્લા ઘણા સમયથી અનેક એસ.ટી રૂટ બંધ છે. જેમાં ગીરગઢડા- ગાંધીનગર વાયા ઊના ટીબી નાગેશ્રી બારમળા ડેડાણ રૂટની બસ છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દરમિયાન બંધ થયેલ પછીના સમયમાં આ બસ વાયા ધોકડવા- ખડાધાર- ખાંભા પર ચાલે છે. તેના શિડયુલ પ્રમાણે ડેડાણ- નાગેશ્રી રૂટ બતાવે છે.
છતાં એસ.ટી તંત્રના સત્તાધીશોની આપખુદશાહીના કારણે લોકો બસ સુવિધાથી વંચિત છે.ડેડાણ ગામની 15,000 વસ્તી હોવા છતાં ગાંધીનગર અમદાવાદ જવા માટે એસ.ટી બસ મળતી નથી. અગાઉ સરકારે જાહેર કરેલું કે 5,000 ની વસ્તી વાળાને ગાંધીનગર- અમદાવાદની બસ મળશે. તો ડેડાણ ગામને આવો અન્યાય શા માટે. ડેડાણ નીચે આવતા 22 ગામડાને પણ આવો અન્યાય થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.