તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ભાવનગરમાં હાલના કોરોના કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરો

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમને આમ ચાલશે તો આખું શહેર કોરનાગ્રસ્ત થશે
 • સ્થાનિક તંત્ર તરફથી ક્યા એરિયામાં કેટલા દર્દી વિગેરેની ખબર જ પડતી નથી આથી જાહેરાત જરૂરી

છેલ્લાં એક જ માસમાં 750થી વધુ કોરોના પોઝિટિવના કેસ ભાવનગર શહેર-જિલ્લામાં નોંધાયા છે ત્યારે તંત્ર દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવા તેમજ સેનેટાઇઝેશન સહિતના મુદ્દે જનજાગૃતિ કેળવાય છે સાથે રસીકરણ પણ થાય છે પરંતુ આ એક માસમાં ભાવનગર શહેરમાં ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા છે તેની કોઇ લેખિત જાણકારી પ્રકાશિત ન થવાને કારણે નગરજનો ગુંચવાય છે તેમજ આવું જ ચાલશે તો અત્યંત ચેપી ગણાતો આ રોગચાળો આખા શહેરને પોતાના સકંજામાં લઇ લેશે.

ભાવનગર શહેરમાં હાલ ક્યા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં રોગચાળો અને રોગીઓ છે તેની કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાતી નથી. આથી નગરજનો આખા શહેરમાં ગમે ત્યાં કોરોનામુક્તિની જેમ હરે ફરે છે. ખરેખર તો હવે અગાઉની જેમ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા જોઇએ. જેથી તમામને જાણકારી મળી રહે. રોગ અને રોગી સામે વધારે તકેદારી પણ રાખી શકે. અમદાવાદ, સુરત કે વડોદરામાં રોજ નવા નવા કેન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે તેમજ જ્યાં રોગચાળો ઓછો હોય તેને આવા ઝોનમાંથી મુક્તિ અપાય છે. આ પ્રથા ભાવનગર શહેરમાં પણ યુદ્ધના ધોરણે ફરીથી શરૂ કરવી નગરજનોના આરોગ્યના હિતમાં છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ખાસ કરીને કોરોન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવે તો સુરક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થાય તેમ છે. કોરોનાના દર્દીઓ જાહેર થાય તે તમામ વિસ્તારોને તંત્ર દ્વારા શોધીને તેને કોરન્ટાઇન જાહેર કરવા જોઇએ. જેથી આવા વિસ્તારોમાં બિનજરૂરી આવન-જાવન બંધ કરી શકાય. ભલે લોકડાઉન ન કરવામાં આવે પણ અવરજવર જો થોડી પણ બંધ થાય તો આખરે નગરજનોના સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક સાબિત થશે.

એકલા શહેરમાં એક માસમાં 590 કેસ
માર્ચ માસના આરંભે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 4084 હતા તે આ માસના અંતે વધીને 4674 થઇ ગયા છે. એટલે કે એક માસમાં 590 કેસ અને રોજના 19 કેસ લેખે વધારો થયો છે. જ્યારે માર્ચના આરંભે શહેરમાં માત્ર 17 દર્દીઓ કોરોનાની સારવારમાં હતા તે માર્ચના અંત સુધીમાં વધીને 291 થઇ જતાં એક માસમાં એક્ટિવ કેસમાં 274 દર્દીનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો