તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની ઘટ:અપૂરતા વરસાદને કારણે જિલ્લામાં દુષ્કાળ જાહેર કરો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદના 50 દિવસે નોંધપાત્ર વર્ષા નહીં

ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પ્રથમ વરસાદ થયાના 50 દિવસ થવા છતાં હજી સુધી બીજો નોંધપાત્ર વરસાદ થયો નથી. જ્યાં વરસાદ થયો છે, ત્યાં પણ નજીવો વરસાદ થયો છે. એટલે જિલ્લામાં લગભગ અર્ઘદુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોના હિતમાં અછત કે અર્ધઅછતગ્રસ્ત જાહેર કરે તેવી મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે.

વર્તમાન સરકારે પાક વીમા યોજના તો બંધ કરી દીધી છે. પરંતુ તેની અવેજીમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની SDRF યોજના પણ ઉપલબ્ધ છે.

આ બન્ને યોજનાઓ મુજબ પ્રથમ વરસાદ થયા બાદ 28 દિવસ સુધી બીજો વરસાદ ના થાય તો ખેડુતોને પાક નિષ્ફળતા સામે યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યારે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપરે રાજ્ય સરકારને રજૂઆત કરી ખેડુતોને પોતાના હક માટે દર વખતે રસ્તા ઉપર ઉતરવુ પડે તેવી સ્થિતી સર્જાય તેવી સ્થિતી નિવારીને સરકાર 'મુખ્યમંત્રી કિશાન સહાય યોજના' અને SDRF યોજના હેઠળ ખેડુતોને જે વચન આપવામાં આવ્યા છે તે વચનનું તાકીદે પાલન કરે.

અન્ય સમાચારો પણ છે...