તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા યોજાતા વીર મોખડાજી ગોહિલ અને મહારાજા કૃષ્ણકુમારજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ વધતા નિર્ણય કરવામા આવ્યો

ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ઘોઘા મુકામે પ્રતિવર્ષે વીર મોખડાજી ગોહિલ અને નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના શ્રધ્ધાંજલિ સમારોહ આગામી 13/4/2021 ને મંગળવારના રોજ યોજાનાર હતો, જે ગોહિલવાડ રાજપૂત સમાજની મળેલ બેઠકમાં થયેલ નિર્ણય અનુસાર ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ અને રાજય સરકારના જાહેરનામામાં આપેલી માર્ગદર્શન ગાઈડ લાઈન પ્રમાણે આ વર્ષે કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું,

ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ભાવનગરના ઘોઘા મુકામે દર વર્ષે ચૈત્ર સુદ એકમના વીર મોખડાજી ગોહિલ અને નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શ્રદ્ધાંજલિ સમા સમારોહ આગામી તારીખ 13/4/2021 ના રોજ મંગળવારના રોજ યોજાનાર હતો આ અંગે મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે હાલ કોરોનાના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને અને સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે રાજકીય-સામાજિક કે અન્ય મેળાવડા પ્રતિબંધ મૂકાયેલ હોય જે અંતર્ગત શ્રધ્ધાંજલિ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે,

રાજપૂત સમાજની પરંપરાના પ્રતીક રૂપે વીર મોખડાજી ગોહિલ ઘોઘા તથા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને સમાધિ સ્થળ પર સમાજના મર્યાદિત અગ્રણીઓ પ્રતીકાત્મક રૂપે જઈ પુષ્પહાર કરવામાં આવશે.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની સાથે સાથે તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જમીન વિકાસ બેન્કના જિલ્લા પ્રતિનિધિ, શાખા સમિતિના સભ્ય, તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ સન્માનિત કરવાના હતા જે હાલ પૂરતા મોકૂફ રાખી જેની હવે પછી ની જાહેરાત કરવામાં આવશે, મહામારી અને સંક્રમણ ની ગંભીરતા જોતા સરકારના સૂચનાનું પાલન કરી સહયોગ આપવા પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો