તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:તાલુકા મથકોએ સ્વૈચ્છિક શનિ-રવિ લોકડાઉનનો નિર્ણય

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહુવા, તળાજા, પાલિતાણા, જેસર અને ધોળામાં વેપારીઓ બંધ પાળશે

કોરોનાને કારણે વણસેલી સ્થિતિમાં મહુવા, તળાજા, પાલિતાણા, જેસર, ધોળા વીશીમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ, નગરજનોના સહિયારા પ્રયાસથી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય કરાયો છે. લોકોએ સ્વૈચ્છીક બંધ રાખી સહકાર આપવા અપિલ કરાઇ છે.

મહુવામાં પાંચ દિવસ સ્વયંભુ લોકડાઉન
મહુવા નગરપાલિકા અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા સર્વાનુમતે નિર્ણય લીધો છે કે તા.15.4 થી તા.19.4 સુધી તમામ વ્યવસાયના લોકોએ 5 દિવસ સુધી સ્વંભુ લોકડાઉન કરી ધંધા વ્યવસાય બંધ રાખવો.આ લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુના ધંધાર્થી ભાઇઓએ દુધનું વેચાણ કરતા વેપારીઓએ સવારે 5 થી 10 અને સાંજે 5 થી રાત્રીના 8 સુધી વેપારી કરી શકશે. મેડીકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી વગેરે આવશ્યક સેવાઓ લોકડાઉન દરમિયાન ચાલુ રહેશે. મહુવા કોટન, રોપ મરચન્ટ એસોસીએશન મહામારી અનુસંધાને તા.15/4 થી તા.18/4 સુધી બંધને સંપુર્ણ ટેકો આપી દોરી દોરડાના તમામ વેપારી મિત્રો સ્વૈચ્છીક બંધ પાળશે.

તળાજામાં રાત્રીના ધંધા રોજગાર બંધ
તળાજા પ્રાન્ત કચેરી ખાતે ડે.કલેકટર દક્ષેશ મકવાણા અને મામલતદાર કનોજીયાની ઉપસ્થીતિમાં તળાજા ચેમ્બર ઓફ કોમર્સ, નગર સેવકો, અને આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સ્વૈચ્છીક રીતે આગળ આવવા અપીલ કરાઇ હતી તેમજ રાત્રીનાં 8 વાગ્યા સવારનાં 6 વાગ્યા સુધી લોકોને સ્વેચ્છાએ તમામ પ્રકારનાં ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરાઇ છે

જેસરમાં બપોરે 2 પછી સ્વૈચ્છીક લોકડાઉન
જેસર.હાલમાં કોરોનાની મહામારી વધી રહી છે જેને હિસાબે જેસરના આગેવાનો તથા ગ્રામજનોએ તથા વેપારીઓએ તા.15.4.21 થી તા.30.4.21 સુધી બપોરના બે વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉન કરવા નિર્ણય લીધો છે જેસર આસપાસના ગામડાના લોકોએ સવારથી બે વાગ્યા સુધીમાં પોતાને જોઈતી જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવી લેવી.

પાલિતાણામાં 3 દિવસ સ્વૈચ્છીક લોકડાઉન
પાલિતાણામાં નગર પાલિકા, મામલતદાર, ચિફ ઓફીસર તેમજ રાજકીય આગેવાનોની મળેલી મિટીંગમાં આગામી શુક્રવાર,શનિવાર ,રવિવાર ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે.ફકત દૂધ,શાકભાજી,મેડીકલ અને હોસ્પિટલ સેવા જ શરૂ રહેશે.શાકભાજી શુક્રવારથી હાઇસ્કુલના મેદાનમાં વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે.નગરજનોએ સહકાર આપવા તંત્ર અને પાલિતાણાની દરેક સંસ્થાઓના આગેવાનોએ અનુરોધ કરાયો છે.

ધોળામાં બપોર પછી વેપાર ધંધા બંધ
ધોળાવીશી ગામના તમામ વેપારીભાઈઓ તથા તમામ ગ્રામજનો તથા આજુબાજુ ગામની જનતાએ હાલમા કોરોના સંક્ર્મણના કેસ વધતા અટકાવવા માટે તા 15-4 થી 25-4 સુધી બપોરના 2 વાગ્યા પછી પોતાના ધંધા રોજગાર તેમજ હીરાના કારખાના બંધ રાખવા ધોળા ચેમ્બર ઓફ કોમર્સ અને આગેવાનો દ્વારા નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો