તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.10-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા મોડી લેવાનો નિર્ણય કરો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વધતા પ્રેક્ટિકલ પરીક્ષા 8 શહેરોમાં મોકૂફ રખાયેલી
 • ધો.12 સાયન્સની પ્રેક્ટિકલની પરીક્ષા પણ ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષા બાદ લેવાય તેવી સંભાવના

કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે આગામી મે માસમાં લેવાનારી ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા પાછી ઠેલવા વાલી મંડળ અને શિક્ષણવિદોએ માંગ કરી છે. સોમવારે મહારાષ્ટ્રે સરકારે પણ બોર્ડની પરીક્ષા જૂનમાં લેવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં શિક્ષણ વિભાગ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરે તેવી વાલીઓની માંગ છે. ભાવનગરમાં તો આ અંગે સહિ ઝૂંબેશ પણ ચાલુ કરવામાં આવી છે.

ભાવનગર સહિત 8 મહાનગરોમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા મુખ્ય પરીક્ષા બાદ લેવાય તેવી શક્યતા છે. 8 મહાનગરો સિવાયના શહેરોમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઇ ચૂકી છે, જેમાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. કોરોનાના કેસ વધતા હવે બાકી રહેલા 8 મહાનગરોમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવી શક્ય નથી.

બોર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષાની તમામ તૈયારી કરી છે. પરંતુ સરકાર તરફથી જો મંજૂરી મળશે તો કોરોના ગાઇડલાઇન પ્રમાણે પ્રેક્ટિકલ પરીક્ષા લઇશું. પરંતુ હવે પ્રેક્ટિકલ પરીક્ષા માત્ર 8 મહાનગરોમાં છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે. આ સ્થિતિમાં જો પ્રેક્ટિકલ પરીક્ષા લઇએ તે વિદ્યાર્થીઓ-શિક્ષકો માટે જોખમી બની શકે છે. બોર્ડે મુખ્ય પરીક્ષા પૂરી થયા બાદ 8 મહાનગરોના વિદ્યાર્થી માટે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનો નિર્ણય લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો