તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ડિસેમ્બર શરૂ થયો પણ હજી કડકડતી ઠંડી જામતી નથી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉત્તરના પવન શરૂ થતા હવે ઠંડી જામશે
 • મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને રાત્રે ઉષ્ણતામાન 17.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું

શહેરમાં ઠંડીનો મુખ્ય ગણાતો ડિસેમ્બર માસ ચાલુ થઇ ગયો હોવા છતાં હજી હાડ ધ્રૂજાવતી કડકડતી ઠંડી પડતી નથી. શહેરમાં હજી બપોરે 32 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે જ્યારે રાત્રે પણ તાપમાન 17.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જો કે આગામી દિવસોમાં ઉત્તરના ઠંડા પવન શરૂ થતા ઠંડીની તીવ્રતા વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 24 કલાકમાં 0.2 ડિગ્રી ઘટીને 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આથી બપોરના સમયે શહેરમાં હજી પંખા ચાલુ રાખવા પડે છે. રાત્રિના સમયે પણ હજી તીવ્ર ઠંડીનો દોર શરૂ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો