તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાડી-પડવા પાવરપ્લાન્ટમાં થયેલી ભંગાર ચોરીનો ભેદ ઉકેલાયો, 17 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવરપ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શખ્સ ચોર નિકળ્યો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે આવેલા અણુ વિજ મથકમાં થોડા દિવસો પૂર્વ થયેલા ભંગાર ચોરીની ઘટનામાં ઘોઘા પોલીસ તથા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પાવરપ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શખ્સો સહિત સત્તર ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી તેને ચોરી કરી

ભાવનગર જિલ્લામાં આવેલા પાવરપ્લાન્ટમાં થયેલી ચોરીમાં જેને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી એ લોકોએ અન્ય લોકોની મદદ વડે પાવરપ્લાન્ટમાં ખાતર પાડી આશરે ત્રણ લાખની કિંમતનો ભંગાર ચોરી કરી બારોબાર વેચી માર્યો હતો. પરંતુ પોલીસે ચોરીના મૂળ સુધી પહોંચી સત્તર ઉઠાવગીરોની મુદ્દામાલ તથા ચોરી સમયે ઉપયોગમાં લેવાયેલ વાહન સાથે ઝડપી લીધા હતા.

મહાવીર નવલ ભાટીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

તાજેતરમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં પડવા પાવરપ્લાન્ટના અધિકારીએ પ્લાન્ટમાંથી અજાણ્યા શખ્સોએ પ્રવેશી મોટી માત્રામાં લોખંડની પ્લેટો ચોરી કરી નાસી છુટ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ભાવનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ પ્લાન્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાડૅની મદદથી ઘોઘા તાલુકાના આલાપર-ભડભડીયા ગામનાં મહાવીર નવલ ભાટીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

રૂ.3,12,900નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધડપકડ કરાઇ

આ બનાવમાં અને અનેક શખ્સો સંડોવાયેલા છે. જે હકીકત આધારે આધારે ટીમે મહાવીરને ઉઠાવી યુક્તિ-પ્રયુક્તિથી મહાવીર પાસેથી માહિતી કઢાવતા તેણે ચોરી ની ઘટનામાં સંડોવાયેલા 17 શખ્સોના નામ આપ્યા હતાં. જેમાં પાવરપ્લાન્ટમાં સિક્યુરિટી ગાડૅ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર સિંહ પરફેક્ટ ઉર્ફે સૈલુભા ભોજુભા ગોહિલ તથા તેના સાથીઓ સામેલ હતા. જેમાં ચોરી કરેલી લોખંડની પ્લેટો વજન 430 કિલો તથા ચોરીનો માલ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો લોડીંગ વાહન નં-જી,જે,4,એ,ટી,7098 મળી કુલ રૂ.3,12,900નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધડપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...