બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડના પગલે ભાવનગર ખસેડાયેલા લોકો પૈકી 18 વ્યક્તિઓએ દમ તોડ્યો છે. હાલમાં 51 લોકો સારવાર લઈ રહ્યા છે. ભાવનગર-બોટાદ બે દિવસમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સતત દર્દીની આવક સાથે રસ્તા ઉપર સાયરન ગુંજતું રહ્યું હતું.
આજ સવારે વધુ 5ના મોત
દેશી દારૂની આડમાં કેમિકલયુક્ત પ્રવાહીનું સેવન કરવાને લીધે બરવાળા, રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામડાના શખ્સોની તબિયત લથડતા ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે 51થી વધુ લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલ રાત સુધીમાં 13નાં મોત થયા બાદ આજે વહેલી સવારથી વધુ 5 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. આમ ભાવનગરમાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેને લઈ ભાવનગર હોસ્પિટલ અત્યારે સુધીમાં 17 થી વધુ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
અમુક દર્દીઓ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે
ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દિવસભર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની આવન જાવન રહેવા સાથે જ માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં ઈમરજન્સી દર્દીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં લઠ્ઠાકાંડના દર્દીઓને ખાટલાઓની કતાર લાગી ગઈ છે. જ્યારે ડોક્ટરોની ટીમ સારવારમાં ખડેપગે તૈનાત કરવામાં આવી છે તો કેટલાક દર્દીઓ ડાયાલિસિસ ઉપર લેવા પડ્યા છે, અમુક દર્દીઓની હાલત ક્રિટિકલ હોવાનું જાણવા મળ્યું છે, બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાની ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ઈફેક્ટ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.