દુર્ઘટના:ચુલા પર રસોઈ બનાવતી વખતે દાઝી જતાં તરૂણીનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવાનીબેન રમેશભાઈ ચૌહાણ - Divya Bhaskar
શિવાનીબેન રમેશભાઈ ચૌહાણ
  • સિહોરના ગઢુલા ગામે બનેલો કરૂણ બનાવ
  • ચુલાની આગનું તણખલું મેડામાં રાખેલા કડબના જથ્થામાં જતાં આખો રૂમ સળગી ગયો

સિહોરના ગઢુલા ગામે 16 વર્ષની તરૂણી ચુલા પર રસોઈ કરી રહેલી તરૂણી ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું.

સિહોર તાલુકાના ગઢુલા ગામે રહેતા શિવાનીબેન રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.16) આજે સાંજે 5.30 વાગ્યાના અરસામાં તેના ઘરે રસોઈવાળા રૂમમાં ચુલા પર રસોઈ બનાવી રહ્યાં હતા ત્યારે ચુલાના તાપમાંથી એક તણખલુ રસોડાના માળિયા પર રાખેલા કડબના જથ્થામાં જતાં રસોઈવાળા રૂમમાં આગ ભભુકી ઉઠી હતી. માળિયામાં સળગી રહેલો કડબનો જથ્થો શિવાનીના માથે પડતા તેણી ગંભીરરીતે દાઝી હતી.

રસોઈવાળા રૂમમાંથી વધારે પડતો ધુમાડો નિકળ‌તા અને શિવાનીની ચીસો સાંભાળી ઘરના સભ્યોએ ત્યાં જઈ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી ગંભીર રીતે દાઝેલી શિવાનીને સિહોર સરકારી દવાખાને ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેની 9.54 કલાકે મૃત જાહેર કરી હતી. સળગતો કડબનો જથ્થો શિવાની પર પડવાથી તેણી બહાર નિકળી શકી નહોતી. બનાવ અંગે સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...