તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સામાન્ય કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેલાયો ખુની ખેલ એકનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગારિયાધારના રૂપાવટી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે છોકરાઓને ઠપકો આપવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખુનીખેલ ખેલાયો જેમાં એક ભાઈનું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલાને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો જેમાં રમેશભાઈ ગીગાભાઈ ઉનાવા(ઉ.વ. 40)નું મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઈ ગોરધનભાઈ ઉનાવા, કૌશિકભાઈ રમેશભાઈ ઉનાવા, કનુભાઈ ગોરધનભાઈ ઉનાવાને વધુ સારવારઅર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ગારિયાધાર પીએસઆઈ ધ્રાંગુએ જણાવ્યું હતું કે, પરિવારના છોકરાઓ વચ્ચેની સામાન્ય રકઝકમાં ઠપકો આપવા જતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો