તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગઢેચી વડલામાં ખાનગી લકઝરી અડફેટે રત્ન કલાકાર મહીલાનુ મોત

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી આવતી મઢુલી ટ્રાવેલ્સનો ચાલક નાસી છુટયો
  • શહેરના ચિત્રા- સિદસર રોડ પર રહેતા વણકર પરિવારના 5 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

શહેરના ચિત્રા-સિદસર રોડ પર રહેતા વણકર પરિવારના રત્ન કલાકાર મહીલા શુક્રવારે સવારે શહેરના ગઢેચી વડલા સર્કલ નજીકથી પસાર થતા હતા. તે વખતે સુરતથી ભાવનગર આવતી ખાનગી લકઝરી બસના ચાલકે મહીલાને અડફેટે લેતા અને ગંભીર ઇજા પહોંચતા તેમનુ સ્થળ પર જ મોત નીપજયું હતુ.

બનાવ અંગેની એ.ડીવીજન પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શુક્રવારે સવારે શહેરના ગઢેચી વડલા સર્કલમાંથી પસાર થતા રત્ન કલાકાર મહિલા બેનાબેન કેશવભાઇ મારૂ ને સુરતથી ભાવનગર આવેલ મઢૂલી ટ્રાવેલ્સ લખેલી ખાનગી લકઝરી બસ નંબર જી.કે.જી.ટી.0902 ના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી બેનાબેનને અડફેટે લેતા અને ગભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.અકસ્માત સર્જી બસ ચાલક નાસી ગયો હતો.

મૃતકના પુત્ર મનસુખભાઇ કેશવભાઇ મારૂ તથા તેમના ભાઇ મહેન્દ્રભાઇ,બનેવી દીલીપભાઇ રાઠોડ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે એ.ડીવીઝન પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પી.એમ.માટે ખસેડી મનસુખભાઇએ અજાણ્યા લકઝરી બસ ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...