ક્રાઇમ:બીમારીથી કંટાળી સેથળીના આધેડે દવા પી લેતા મોત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુંદી વાડી વિસ્તારની મહિલાનુ દવા પી લેતા મોત

ઘોઘા પોલીસ મથક તાબેના ગુંદી વાડી વિસ્તારમાં રહેતી મહિલા તેમજ બોટાદ તાલુકાના સેેથળી ગામે આધેડે દવા પી લેતા સારવાર દરમિયાન સર.ટી હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતુ.

આ અંગે મળતી વિગત મુજબ બોટાદ તાબેના સેથળી ગામે રહેતા ગભરૂભાઇ ખીમાભાઇ ચૌહાણ/રબારી (55 રહે સેેથળી) તા20-9ના રોજ ડાયાબીટીસની બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા આજે સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ઘોઘા પોલીસ મથક તાબેના ગુંદિ વાડી વિસ્તારમાં રહેતા નેહલબેન નરશીભાઇ વેગડ (ઉ.વ.23 )તા.7-9-2020ના તેના ઘરે કોઇ અગમ્ય કારણસર ખડ બાળવાની દવા પી લેતા સારવાર દરમિયાન આજે મોત નિપજ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...