તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:બહેરા મૂંગા શાળાની દિકરીઓને પીરીઅડમાં રીયુઝબલ સેનેટરી નેપકીનની સુવિધા મળી

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરની સંસ્થા હવે સિવણ વિભાગના સુનિતાબેનના સહયોગથી સુવિધા સભર નેપકીનનુ ઉત્પાદન કરવાનુ આયોજન ઘડી રહી છે

દીકરીઓ માટે સૌથી વિકટ પ્રશ્ન તેઓના પિરિયડ દરમિયાનનો હોય છે, બહેરા મૂંગા શાળા ની દીકરીઓ રિયુઝેબલ સેનેટરી પેડ્સ વાપરી શકે તે હેતુથી આવા નેપકીનની 50 કીટ ઝારખંડથી મંગાવવામાં આવતા હવે શાળાઓ ખુલતા છાત્રાલયમાં દીકરીઓને આ સેનેટરી નેપકીન આશિર્વાદરૂપ સાબિત થઇ રહ્યાં છે. અગાઉ સાદા નેપકીન વાપરતી દીકરીઓની વ્યથા સમજી ને હવે આ રિયુઝેબલ નેપકીન આવતા વારંવાર બદલવા અને ધોવા જેવી અનેક મુશ્કેલીઓમાંથી અબોલ દીકરીઓને મુક્તિ મળી છે.

ભાવનગરની ખી.લ.બહેરા મુંગા શાળા તેમના બાળકોની સાર સંભાળ માટે વિશ્વ વિખ્યાત છે. અને એટલે જ ગુજરાતના દરેક રાજયમાં બહેરા મૂંગા બાળકો માટે શાળાઓ હોવા છતા ભાવનગરની આ શાળામાં રાજયના અઢાર જિલ્લાના બાળકો અભ્યાસ કરે છે શાળાા છાત્રાલય પણ ચલાવે છે. તેમા સો કરતા વધારે દિકરીઓ અલગ અલગ ગામથી આવીને અભ્યાસ કરે છે. જેઓની સમસ્યાઓનુ નિરાકરણ કરાય છે.

દિકરીઓ માટે સૌથી વિકટ પ્રશ્ન તેઓનો પીરીઅડ દરમ્યાનનો હોય છે. અાજે જ્યારે પેડમેન જેવી ફિલ્મ પણ ઉતરી ગઇ છે. કેટલાક આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે પીરીઅડ ચાર્ટ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે બહેરી મૂંગી દિકરીની વ્યથા છાત્રાલયમાં ચર્ચા કરી બધી દિકરીઓ ડિસ્પોઝેબલ સેનેટરી નેપ્કીન્સ વાપરી શકે નહી અને વાપરે તો પણ મોટી સંખ્યામાં તેનો નિકાલ કરવામાં મુશકેલી ઉભી થાય.

આ સંજોગોમાં કોઇ કારગર ઉપાય શોધી કાઢી ઝારખંડના બોકારોમાં સાથ ફાઉન્ડેશન સંસ્થા પાસેથી રીયુઝેબલ 50 કીટ મંગાવી હતી. જે શાળાઓ ખુલતા દિકરીઓ આવી જતા તેઓને વહેંચણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી અને ગૃહમાતાના જણાવ્યા પ્રમાણે દિકરીઓ માટે રિયુઝબલ સેનેટરી નેપ્કીન્સ આશીર્વાદ રૂપ સાબિત થયા છે. સંસ્થા હવે સિવણ વિભાગના સુનિતાબેનના સહયોગથી અહિંયા ઉત્પાદન કરવાનુ આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો