સૂચના:ધો.10 અને 12 સા.પ્ર.ના પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તા.26મી ડિસેમ્બર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને તા.26 ડિસેમ્બર કરવામાં આવી છે. તા.26 ડિસેમ્બર બાદ જુદા જુદા ત્રણ તબક્કામાં લેઇટ ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. રેગ્યુલર ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ આજે 21મીએ પૂર્ણ થતી હતી તે લંબાવીને તા.26 ડિસેમ્બર કરવામાં આવી છે.

તા.27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેઇટ ફી રૂ.250 રહેશે. બીજા તબકકામાં તા.1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી લેઇટ ફી રૂ.300 રહેશે જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં તા.11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રૂ.350 લેઇટ ફી ભરવાની રહેશે. અંતિમ તારીખ સુધી કોઇ પણ સમયે ધો.10 અને ધો.12 સા.પ્ર.ના કોઇ પણ વિદ્યાર્થીઓની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે જે માટે કોઇ વધારાની ફી ભરવાની થશે નહી.

વિદ્યાર્થીનું પ્રિન્સિપલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ તા.20 જાન્યુઆરી, રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે. બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સૂચનાઓને ધ્યાને લેવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. આ પરીક્ષાની રેગ્યુલર ફી માંથી બહેનો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે પણ લેઇટ ફીમાંથી આવા વિદ્યાર્થીઓને મુક્તિ નથી તેની ખાસ નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...