ઓનલાઇન કામ ઝડપી:આઇટી રીર્ટન ફાઇલ કરવાની મુદત પૂર્ણ ભાવનગરમાં 20 ટકા ફાઇલ કરવામાં બાકી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં 60 થી 70 હજાર કરદાતાઓ આઇટી રીર્ટન ભરે છે
  • 31મી ડિસેમ્બર સુધીમાં રૂા.1000 થી રૂા 5000ની પેનલ્ટીથી રીર્ટન ફાઇલ થઇ શકશે

ઇન્કમ ટેક્ષ રીર્ટન (આઇટીઆર) ભરવાની છેલ્લી તારીખ 30 જુલાઇના રોજ પૂર્ણ થઇ ગઇ છે રીર્ટન ભરવામાં સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા ઓનલાઇન કામ ઝડપી હતુ એટલે મુદતમાં વધારો કરવામાં આવ્યો નથી તેના કારણે ભાવનગરમાં 15 થી 20 ટકા કરદાતાઓ રીર્ટન ફાઇલ કરી શકયા નથી.

ભાવનગર શહેરમાં 60 થી 70 હજાર કરદાતો દ્વારા દર વર્ષે ઇન્કમ ટેકસ રીર્ટન ભરવામાં આવે છે. આ વર્ષે રીર્ટન ભરવાની તારીખ 31 જુલાઇના રોજ પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે આ વર્ષે 15 થી 20 ટકા લોકો 31 જુલાઇ સુધી રીર્ટન ફાઇલ કરી શકયા નથી. હવે 1 ઓગષ્ટથી રીર્ટન ભરનાર કરદાતાને 5 લાખ સુધીના આવક ધરાવનારને રૂા.1000 અને રૂ.5 લાખથી વધારેથી રૂા.5000ના દંડથી ડીસેમ્બર સુધીમાં રીર્ટન ફાઇલ કરવુ પડશે.

મોટા ભાવનગર કરદાતાઓમાં પગાર ધારકોને અન્ય રોકાણ ખર્ચનુ પત્રક ઓનલાઇન મંગાવવાનુ હોય તે લોકોને સમયસર નહી મળતા તે કરદાતાઓ રીર્ટન ભરવામાં બાકી રહી ગયા છે. દર વર્ષે રીર્ટન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવી છે. પણ આ વર્ષે જુલાઇ 31ના અંતિમ દિવસે મુદત વધી ન હોવાના કારણે રીર્ટન ફાઇલ કરવાનુ ચુકયા છે. તેમજ 26એએસ અને આઇએસ સાઇડ પરથી 15 જુન પછી આવે છે. તેમની પાસે માત્ર દોઢ માસ જ રહેતા તેના કારણે પણ રીર્ટન ભરવામાં બાકી રહી ગયા છે.

દર વર્ષે ઈનકમટેક્ષ ભરવાની મુદ્દતમાં વધારો થતો હોવાથી લોકોને આ વર્ષે પણ મુદ્દત વધશે તેવી આશા હતી પણ ડિપાર્ટમેન્ટ તરફથી રોજે રોજ વારંવાર ટેક્ષ પેયરોને આ અંગે રિમાઈન્ડર આપવામાં આવતુ હતુ અને મુદ્દત નહી વધે તેમ પણ જણાવવામાં આવતુ હતું.

ઈનકમટેક્ષ રીર્ટન ભરવામાં સરકાર કડક અા વર્ષે મુદતમાં વધારો નહિ કરાયો
આ વર્ષે સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા ઓનલાઇન કામ ઝડપી હતુ એટલે મુદતમાં વધારો કરવામાં આવ્યો નથી વેબસાઇટ અપગ્રેડ થયેલી છે. લાઇન જામના પ્રશ્નો નથી રહ્યા સરકાર કડક બની છે. તે સારૂ લોકો સમયસર રીર્ટન ભરશે. - દિવ્યકાંત સલોત, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...