તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખુનના આરોપીઓ જેલમા હોય તેની દાઝે આપી ધમકી

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • માતલપરના ઇસમને જ્ઞાતિ વિશે અપમાનીત કરી, ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી

જેસર તાલુકાના માતલપર ગામે રહેતા ઇસમને ચાર શખ્સોઅે રસ્તા પર અા|તરી જ્ઞાતિ વીશે અપમાનીત કરી અગાઉના ખુનની દાઝ રાખી જાનથી મારી નાખવાની ધમકી અાપ્યાની બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.માતલપર ગામે રહેતા અને છુટક મજુરી કામ કરતા હકાભાઇ કાળાભાઇ રાઠોડ (અનુ.જાતી) શનિવારે સવારે તેમની બાઇક રીપેર કરાવવા માટે બગદાણા ગયા હતા. અને ત્યાંથી કામ પતાવી બપોરના 12-30 કલાકે પરત ફરતા હતા.તે વખતે તેમના ગામના જ નગા ભાણભાઇ બાલીયા,મનુ ભાણાભાઇ ભાલીયા,દીનેશ મનુભાઇ ભાલીયા અને જાલમ ભાણાભાઇ ભાલીયાઅે તેમને ઉભા રાખી જાલમે તેને જ્ઞાતી વિશે અપમાનીત કરી કહેલ કે તમને હજી મારી નાખવાના છે.

અા રોડે નીકળો અેટલે તમને કાપી નાખવાના છે. નગાઅે કહેલ કે તમે ગામ મુકીને જતા રહો નહીતર અમે ગામ મુકીને જતા રહીઅે અને તારા ઘરમાંથી હજી અેકને કાપી નાખવાનો છે. તેમ વાત કરી ચારેય શખ્સોઅે ફરિયાદીને ગાળો અાપવા લાગતા તેઅો બાઇક રોડે મુકીને થોડે દૂર 50 મીટર જઇને પોલીસ ને ફોન કરી તેની અાવવાની રાહ જોઇને બેઠા હતા.બાદમા અા અંગે તેઅોઅે બગદાણા પોલીસ મથકમા ચારેય શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમા કારણમા જણાવ્યું હતુ કે ફરિયાદીના ભત્રીજા સુરેશભાઇનું અાશરે ત્રણેક મહીના પહેલા ખુન થઇ ગયેલ છે. અને :પર મુજબના ચારેય માણેસો ના દીકરા તથા સગા સંબંધીઅોઅે તે ખુન કરેલ હોય અને તેઅો જેલમા હોય જેથી તેની દાઝ રાખી અા મામલો બનાવ પામ્યો હોવાનુ ફરિયાદીઅે ફરિયાદમા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો