સિદ્ધિ:ગુજરાતમાંથી એકમાત્ર વાળુકડની વિદ્યાર્થિની દયા ઝાપડિયા યુરોપમાં હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે

ભાવનગર21 દિવસ પહેલા
  • દેશ જેવી જ વિદેશમાં સિદ્ધિ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ભાવનગર જિલ્લાની ગૌરવરૂપ સંસ્થા લોકવિદ્યાલય વાળુકડની વિદ્યાર્થિની કુમારી દયા ઝાપડિયા યુરોપમાં હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે, જે યુરોપ ખાતે આગામી ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્પર્ધા યોજાશેં.

ભાવનગરનું ગૌરવ વધાર્યું છે
યુરોપ ખાતે હેન્ડબોલની વિશ્વ સ્પર્ધા આગામી તા.30 જુલાઈથી 10 ઓગષ્ટ દરમિયાન આ વિશ્વ સ્પર્ધા યોજાનાર છે જેમાં ભાવનગર જિલ્લાના વાળુકડની ધોરણ 12માં અભ્યાસ કરતી અને મૂળ વેરાવળની દયા કાનજીભાઈ ઝાપડિયા આ વિદ્યાર્થીની ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી છે, જે યુરોપમાં નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં સ્કોપજે ખાતે ભારતીય ટુકડી સાથે રમશે. જેને લઈ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે,

છેલ્લા 5 વર્ષથી ખેલમહાકુંભ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે
વાળુકડ લોકવિદ્યાલયમાં ડીએલએસએસ સ્પોર્ટ્સ સ્કૂલમાં હેન્ડબોલ, હોકી જેવી રમતોમાં 170 જેટલા ભાઈઓ-બહેનો તાલીમ મેળવે છે, જેમાં હેન્ડબોલમાં છેલ્લા 5 વર્ષથી ખેલમહાકુંભ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગોલ્ડ મેડલ મેળવે છે, અમારી શાળાની દયાબેન ઝાપડિયા યુથ વુમન વર્લ્ડ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં યુરોપ ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે, હેન્ડબોલ કોચ પ્રવિણસિંહ, ટ્રેનર મોસીન તથા રાહુલ માર્ગદર્શન અને ટ્રેનિંગ આપેલ છે, લોક વિદ્યાલયના ટ્રસ્ટી ગણો તથા શાળાના શિક્ષકગણો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...