વિશેષ:તા.19થી 21 સપ્ટેમ્બર સુધી યુનિ. યુવક મહોત્સવ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાંથી વધુમાં વધુ 70 સ્પર્ધકો જ ભાગ લઇ શકશે, 27 વર્ષની વય મર્યાદા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આગામી તા.19થી 21 સપ્ટેમ્બર દરમિયાન અમૃત રંગ યુવા ઉર્જા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં આ વખતે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ દ્વારા કેટલાક નવા નિયમોનો અમલ કરવાનો આદેશ કરાયો છે. જે મુજબ યુવક મહોત્સવ માટે કોલેજ કે કોઇ સંસ્થામાંથી 55ને બદલે 60 વિદ્યાર્થીઓ જેમાં સ્પર્ધકો અને સહાયકોનો સમાવેશ થાય છે તે અને સાથે વ્યવસાયિક સહાયકો 10 મળીન. કુલ 70થી વધુ એક પણ વધુ એન્ટ્રી નહીં મોકલી શકાય. આ ઉપરાંત મહોત્સવમાં સ્પર્ધકની વય મર્યાદા 27ની રાખવામાં આવી છે. આ ધ્યાને રાખીને એન્ટ્રી મોકલવાની રહેશે.

શોર્ટ ફિલ્મમાં સંસ્થા દીઠ એક એન્ટ્રી મોકલી શકાશે. જેમાં 1થી 5 સુધી સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ માટે ફોર્મ નં.14માં અલગથી એન્ટ્રી મોકલવાની રહેશે. યુવક મહોત્સવ આ વર્ષે તક્ષશીલા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે યોજાશે. જેમાં સમયપત્રક ટેન્ટેટીવ જાહેર કરાયું છે. જે મુજબ તો19 સપ્ટેમ્બરે સ્પર્ધાનો આરંભ થશે. સ્પર્ધાઓ એમ્ફિ થિયેટર, અટલ ઓડિટોરિયમ, જૂનો કોર્ટ હોલ, બાહ્ય અભ્યાસક્રમ ભવન અને અંગ્રેજી ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. પ્રથમ દિવસે એકાંકી, ભજન, તત્કાલ ચિત્ર, લોન નૃત્ય, માઇમ, હળવું કંઠ્ય સંગીત, કોલેજ જેવી સ્પર્ધાઓ યોજાશે.

બીજા દિવસ તા.20 સપ્ટેમ્બરે એકાંકી, શાસ્ત્રીય ગાયન, પોસ્ટર મેકિંગ, લોકગીત, મોનો એકટીંગ, શાસ્ત્રીય વાદન, ક્લે મોડલીંગ, પ્રશ્નમંચ, નિબંધ, મહેંદી, કાર્ટુનિંગ, શોર્ટ ફિલ્મ સહિતની સ્પર્ધાઓ યોજાશે. ત્રીજા દિવસ તા.21 સપ્ટેમ્બરે સ્કિટ, વક્તૃત્વ, ઇનસ્ટોલેશન, ડીબેટ, રંગોળી જેવી સ્પર્ધાઓ યોજાશે. બાદમાં બપોરના 3.30 કલાકે એમ્ફિ થિયેટર ખાતે સમાપન સમારોહ યોજાશે. જેમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.

19મીએ સવારે કલાયાત્રા યોજાશે
યુવક મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધકોની સાથે જુદા જુદા ફ્લોટ અને થીમ સાથેની કલાયાત્રા યોજાશે. જેમાં અનેક આકર્ષણો હશે. ત્યાર બાદ એમ્ફિ થિયેટર ખાતે યુવક મહોત્સવનો ઉદઘાટન સમારોહ યોજાશે.

સંસ્કૃતિ, વારસો અને સ્વતંત્રતા સંગ્રામની શોર્ટ ફિલ્મો બનાવી શકાશે
આ વર્ષે નવી કેટેગરી શોર્ટ ફિલ્મનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પ્રત્યેક સંસ્થામાંથી એક એન્ટ્રી મોકલવાની રહેશે. ઓછામાં ઓછા એક અને મહત્તમ પાંચ સ્પર્ધક ભાગ લઇ શકશે. અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી રહેશે. ભારત, ગુજરાતનો વારસો, સંસ્કૃતિ, સ્વતંત્રતા સંગ્રામ, સામાજિક જાગૃતિ જેવા વિષયો પર શોર્ટ ફિલ્મ બનાવી શકાશે. ગુણ માટે સ્ક્રિપ્ટના 20, ફોટોવગ્રાફીના 20, અભિનયના 10, પાર્શ્વના 20 તથા સમગ્ર પ્રભાવના 30 મળીને કુલ 100 ગુણ હશે.

અન્ય સમાચારો પણ છે...