કાર્યાન્વિત:દાસ પેંડાવાળા દ્વારા શહેરનો સૌથી મોટો રૂફ્ટોપ સોલાર પ્લાન્ટ શરૂ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રા GIDC ફેક્ટરી વિસ્તારમાં પ્લાન્ટ કાર્યાન્વિત કરાયો

શહેરના મીઠાઈ ફરસાણના ઉત્પાદક દાસ પેંડાવાળા દ્વારા તેમની ચિત્રા જીઆઇડીસી સ્થિત ફેક્ટરી પર શહેરનો સૌથી મોટો રૂફ્ટોપ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર બૈજુભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે હાલ અમોએ પહેલા સ્ટેજમાં 175 kw નો પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલ છે.ઉદ્યોગોમાં પહેલા કોન્ટ્રાક્ટ લોડ ના 50 ટકા જ કેપેસિટી નો સોલર પ્લાન્ટ નાખી શકાતો હતો.

જ્યારે ગુજરાત સરકારની નવી સોલાર પોલિસી 2021 અંતર્ગત ઉદ્યોગમાં આપ MSME( માઈક્રો , સ્મોલ કે મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ )હો તો આપ કોન્ટ્રાક્ટ લોડ જેટલો કે તેથી વધુ કેપેસિટી નો સોલાર પાવરપ્લાન્ટ પણ નાખી શકો તેવી જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરેલ છે જે આવકારદાયક છે.ગવર્મેન્ટ ની આ રાહત ઉપરાંત સોલર પેનલ ના ભાવ પણ અગાઉ હતા તે કરતા હાલ ઘણા કોમ્પિટિટિવ થતા ઇન્ડસ્ટ્રીઝ અને ઘરમાં લોકો વધુ ને વધુ સોલાર પાવર વાપરવા પ્રેરિત થયેલ છે.

સોલર પાવરના પૂરતા જનરેશન માટે સોલર પેનલની નિયમિત સફાઈ થવી જરૂરી છે. તે માટે તેમાં સ્પ્રિન્કલર સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરેલ છે. જેનાથી પેનલ ની સફાઇ નિયમિત ધોરણે થશે. સફાઈ માટે વાપરવામાં આવેલ પાણી પણ એકત્રિત કરી ફરી ઉપયોગ કે બોર ચાર્જિંગમાં વાપરવામાં આવશે.આ સોલાર પાવર પ્લાન્ટ સ્થપાતા સવારે 7થી સાંજે 6 સુધી વપરાતા પાવરનું બિલ શૂન્ય થઈ ગયેલું છે તેમ કહી શકાય. જે આગામી 25 વર્ષ સુધી વપરાશમાં લઈ શકીશું. ઉત્પાદન ખર્ચ નીચો આવતા વધુ કિફાયતી દર અને વધુ સવલતો ગ્રાહકોને આપવામાં આવશે.

આ સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થનારી વીજળી જો કોલ પાવર પ્લાન્ટ થી જનરેટ થઈ હોત તો તે માટે આશરે વાર્ષિક 1 લાખ કિલો કોલસો વપરાયો હોત અને ઉત્સર્જન થનાર આશરે 198 મેટ્રિક ટન કાર્બન એમીશન ઘટાડવા આશરે 11,000 જેટલા મોટા વ્રુક્ષો ની જરૂર પડત. આમ પર્યાવરણને પણ મોટો ફાયદો થયો છે

અન્ય સમાચારો પણ છે...