સમસ્યા:ભાલ પંથકમાં ખેતીની જમીન તેમજ પશુધન ઉપર ખતરાના એંધાણ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્ત વિસ્તારમાં અગરોની મંજુરી ન આપવા સુચન હોવા છતા અગરોનું ભૂત ધૂણ્યું
  • પાણી નિકાલ કમિટી દ્વારા તપાસ કરી દબાણો દુર કરવા માંગ

ભાવનગર તાલુકાના ભાલ પંથકના સનેસ ,માઢીયા ,નર્મદ, ખેતાખાટલી, સવાઈનગર, પાળિયાદ, કાળાતળાવ, વગેરે ગામોમા વધુ વરસાદ તેમજ ઉપરવાસના પાણી આવે જ્યારે પાણી નિકાલ ન હોવાથી ભાલ પંથકના હજારો લોકોને નુકસાનીનો ભોગ બનવું પડે છે.ચોમાસાના ચાર માસ પીડાદાયક રહે છે. મોટાભાગના ગામો જળમગ્ન બની જતા હોય છે જેના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ વચ્ચે હજારો લોકોનું જીવન વરસાદી પાણી ભરાવાથી થંભી જાય છે.

આ પરિસ્થિતિને ધ્યાને લઈ દર વર્ષે ગ્રામજનો વરસાદી પાણીના નિકાલ માટે સરકારી અને વહિવટી તંત્ર પાસે આજીજી કરતા હોય છે ત્યારબાદ જળની સમસ્યામાંથી મુક્તિ મળી રહે તે માટે 20 સભ્યોની કમિટી રચવામાં આવી હતી જે કમિટીની તા. 5-10-20 ની બેઠકમાં કોઇપણ પ્રકારના ડેવલોપમેન્ટ માટે અભિપ્રાય તેમજ મંજુરી ન આપવા અધ્યક્ષ સ્થાનેથી સૂચન આપવામાં આવ્યું હોવા છતાં ગ્રામ્ય મામલતદાર દ્વારા ગ્રામ પંચાયત તેમજ આગેવાનોના અગરો માટે અભિપ્રાય માટે પ્રેશર આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમીન ખેતી લાયકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં ફરી અભિપ્રાય લેવાયા
ત્રણથી ચાર વર્ષ પહેલાં જે જમીન ખેતી લાયક હોય જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં એજ જમીનનું ફરીવાર અભિપ્રાય લેતા હાલ તો પંચાયત પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે

અન્ય સમાચારો પણ છે...