બેદરકાર તંત્ર:મહુવામાં જર્જરીત સ્લમ વસાહતથી ઝળુંબતુ જોખમ, સમયાંતરે કોઇ દરકાર ન લેતા આવી હાલત

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દીરા વસાહતમાં કેટલોક ભાગ રીપેર કરવા પાલિકાને અનેક રજુઆત પણ કાર્યવાહી નહીં

મહુવામાં જનતા પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્દીરા વસાહત બ્લોક નં.38નો ઉત્તર તરફનો ભાગ રીપેર કરવા નગરપાલિકાને અનેક વખત રજુઆત કરવા છતા રીપેરીંગ ન થતા વસાહતીઓએ મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને પત્ર લખી રજુઆત કરાતા રજુઆતને પગલે બન્ને કચેરીમાંથી નગરપાલિકાના ચીફ ઓફિસરને નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા જણાવેલ તેમ છતા નગરપાલિકા દ્વારા એક માસના સમય પછી પણ કોઇ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવેલ નથી.

નગરપાલીકા દ્વારા મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે મકાનોની ફાળવણી કરી હતી અને મકાનોની જાળવણી અને સવલતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નગરપાલીકાની ગણાય પરંતુ વસાહતની સમય-સમયાંતરે કોઈ જ દરકાર ન લેતાં આ મકાનોની હાલત જર્જરીત હાલત થઈ જવા પામી છે. વસાહતીઓ જે મકાનમાં રહે છે એ મોટાભાગના મકાનોમાં ચોમાસામાં છતમાથી પાણી ટપકે છે,વર્ષો જુના મકાનોના સમગ્ર સ્ટ્રક્ચર ખભળી ગયાં છે અને અવારનવાર મકાનોમાથી ગાબડાં પડે છે.

નગરપાલિકા વસુલી રહી છે !પરંતુ વસાહતોના રીપેરીંગ અંગે હાથ ઊંચા કરી દે છે.જર્જરીત બિલ્ડીંગ ભારે વરસાદથી ધરાશયી થાય અને મોટી જાનહાની ઉભી થાય તે પહેલા સ્લમનાં તમામ બિલ્ડીંગોનો સર્વે હાથ ધરી વસાહતીઓનો સહકાર મેળવી નગરપાલીકાએ રી-ડેવલપમેન્ટ થાય ત્યાં સુધી રીપેરીંગ કરાવવા વ્યવસ્થા કરવી જોઇએ એવી વસાહતીઓમાં માંગ ઉઠી છે.

પાલીકા બોડી રકમ ફાળવે તુરત રીપેરીંગ
ઇન્દીરા વસાહતમાં કેટલોક ભાગ રીપેર કરવા નગરપાલિકાને કાર્યવાહી કરવા સુચના મળી છે આ અંગે અમારા દ્વારા સ્થળ તપાસ કરીને કલેકટર અને પ્રાદેશીક નિયામક સુધી રીપોર્ટ કરી દેવાયો છે પરંતું નગર પાલિકાની બોડી આ અંગે રકમ ફાળવે એટલે રીપેરીંગની કાર્યવાહી તુરંત જ હાથ ધરવામાં આવશે.> વિજયભાઇ ઇટાળીયા, ચીફ ઓફીસર,નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...