સાવધાન:તીવ્ર અવાજના ફટાકડાથી બહેરાશનો ખતરો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીમાં તીવ્ર ધડાકા-કડાકા સાથે ફૂટતા ફટાકડા માનવીના કાન અને આંખને માટે નુકશાનકારક

દીપાવલીનો તહેવાર ઉત્સાહભેર મનાવવા લોકો થનગની રહ્યાં છે. દિવાળી એટલે ઝગમગાટ, બાળકો માટે તો આ તહેવાર અતિ ખુશીનો છે. દિવાળીમાં આનંદ મેળવવા લોકોની પોતાની પસંદગી હોય છે. એમાં એક એવી પણ પસંદ છે.

આતશબાજી દરેક ઉંમરના લોકો પોતાની રીતે અલગ-અલગથી મનાવે છે. દિવાળીની ખુશીમાં ફુટતા ફટાકડા સૌ કોઈને આનંદ તો આપે છે પરંતુ સૌથી વધુ તો પ્રદૂષણ પણ ફેલાવે છે. તેમાં પણ મોટા અવાજ કરતા ફટાકડા કાનનાં પડદાને પણ નુકશાન કરે છે. જેમાં પણ ફટાકડાના ધૂમાડામાં ભળેલા રાસાયણિક તત્ત્વો ખતરનાક સાબિત થઈ શકે છે. તો રોડ પર ફોડવામાં આવતા ફટાકડા રસ્તા પરથી પસાર થતાં રાહદારી માટે અક્સ્માત સર્જી શકે છે. પરંતુ આપણે દીપાવલીનો આનંદ મેળવવા ફટાકડા ફોડીએ તો બીજાની ખુશી માટે પણ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી સૌની દીવાળી શુભ રહે અને દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. ફટાકડા "નો અવાજ આ માત્રાની ઉપર થાય તો કાનનો પડદો તૂટવાથી બહેરાશ આવવાની શક્યતા વધી જાય છે. પરંતુ કાનની નસ બગડે તો તેને સારી થવાની શક્યતા બહુ ઓછી રહે છે.

ફટાકડાઓથી આ પણ ખતરો છે...

 • જ્વલનશીલ રાસાયણિકોની અસર : અસ્થમા, વધુ લોહીનું દબાણ, આંખોમાં બળતરા થવી અને કાન નબળા પડી જવા.
 • તાંબા કમ્પાઉન્ડની અસર : શ્વાસનળીમાં બળતરા થવી
 • સિસાની અસર : નવર્સ સિસ્ટમ સંબંધિત સમસ્યા "
 • કૈડમિયમની અસર : રક્તવિકાર અને કિડની સંબંધિત બિમારી
 • ઝિંકની અસર : સામાન્ય રીતે ઉલ્ટી અંગેની ફરિયાદ

60 ડેસીબલથી વધુ અવાજ નુકશાનકારક...
સામાન્ય વ્યક્તિઓને સાંભળવાની ક્ષમતા 60 ડેસીબલ સુધી નિર્ધારિત છે. આનાથી ઉપરનાં અવાજનાં સંપર્કમાં રહેવાથી માણસનાં કાન પર વિપરીત અસર પણ પડે છે અને સાંભળવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.

કાનને સુરક્ષિત રાખવા માટે તકેદારી

 • ફટાકડા ફુટતા હોય ત્યાં જવું નહીં.
 • કાન ઉપર આંગળી રાખવી અથવા કાનમાં રૂ રાખવાથી અવાજનું પ્રમાણ ઘટી જાય છે.
 • ફટાકડા સામે જોવું નહીં કારણ કે ફટાકડા ફુટતી વખતે ધૂળ, રેતી ઉડવાથી પણ આંખ-કાનને નુકશાન થઈ શકે છે.
 • રસ્તા વચ્ચે ફટાકડા ન ફોડવા.
 • બાળકોને ફટાકડા ફુટતા હોય ત્યાંથી દૂર રાખવા.
અન્ય સમાચારો પણ છે...