ભાવનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થયેલા કમોસમી વરસાદથી અને ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ખેતરમાં રહેલ પાક જેવા કે ચણા ઘઉં બાજરી કેરી વગેરે પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે ખેડૂતોએ ચણા તેમજ ઘઉં વાઢી ખેતરમાં પાથરા તૈયાર કરેલા હતા તે વેળાએ એકાએક આવી ચડેલા માવઠાથી ખેડૂતોના તૈયાર પાકને એક કિલોમીટર સુધી વાવાઝોડાના લપેટમાં આવી જતા તમામ ખેડૂતોના ખેતરવેર વિખેર કરી નાખેલ જેના કારણે હાલ ખેડૂતોના ખેતરમાં એક પણ પ્રકારનો ફાલ હાથમાં રહેલ નથી.
જિલ્લામાં મહુવા,તળાજા,પાલિતાણા,જેસર,ગારિયાધાર,વલભીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં,ચણા,જીરૂ,લીંબુ વગેરે પાકોને વ્યાપક નુકશાન થયુ છે જેથી ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી નુકશાનની સહાય આપવા માંગ કરી છે. જેસર પંથકમાં ખેડૂતોને થયેલાનુકસાનનું વળતર આપવા આપ જેસર તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નરેશભાઈ પરસાણા તેમજ તમામ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પ્રાથમિક રીતે કોઇ મોટુ નુકશાન થયુ નથી
છેલ્લા બે ત્રણ દિવસથી બદલાયેલા વાતાવરણમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડયો છે ખાસ તો એકદમ સાધારણ કહી શકાય તેવો વરસાદ હતો. પ્રાથમિક રીતે હાલમાં કોઇ મોટુ નુકશાન નથી થયુ.ખાસ કરીને ઘઉં,ચણા,ડુંગળી જેવા પાકોને નહીવત અસર થઇ છે.વરસાદથી માત્ર વાતાવરણ છવાયેલુ હતુ.આ સમયે ભારે પવનને લીધે તૈયાર પાક આડો પડી ગયેલ પણ કાંઇ નુકશાન નથી થયુ.હાલમાં સર્વે કરવા જેવુ પણ કંઇ નથી પણ જો સરકાર સુચના આપશે તો સર્વેની કામગીરી કરવામાં આવશે.> એ.એમ.પટેલ , જિલ્લા ખેતીવાડી અધિકારી,જિલ્લા પંચાયત,ભાવનગર
વલભીપુર પંથકમાં વાવાઝોડાના કારણે ઉભો પાક ઢળી ગયો
વલભીપુર શહેર તેમજ પંથકમાં ગઇકાલે ફુંકાયેલા મીની વાવાઝોડાને લીધે ખેતરોમાં ઉભો પાક તેમાં ખાસ કરીને જે ખેડુતોએ મોડેથી ઘંઉનું વાવેતર કરેલ હતું અને ખેતરોમાં લીલાછમ ઘઉ લહેરાતા હતાં તેવા ઘઉ વાવાઝોડાનો સામનો ન કરી શકતા મુળમાંથી ઉખડી જતા ઢળી પડતા નુકશાન થયું હતું.આ પ્રકારના નુકશાન હળીયાદ,વાવડી,રામપર,પીપળી ગામોમાં પણ થયુ છે.
જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર ?
પાક | વાવેતર |
મગફળી | 2200 હેકટર |
બાજરી | 2600 હેકટર |
તલ | 1400 હેકટર |
ડુંગળી | 2600 હેકટર |
શાકભાજી | 1100 હેકટર |
મગ | 100 હેકટર |
ઘાસચારો | 8200 હેકટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.