ભાવનગર / તીડના આક્રમણને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન, તંત્રએ વહેલી સવારે દવાનો છંટકાવ કર્યો

X

  • ભાવનગર તાલુકાના સેઢાવદર ગામે કલેક્ટરની હાજરીમાં દવાનો છંટકાવ કરાયો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:11 PM IST

ભાવનગર. ભાવનગર જિલ્લાના 5 તાલુકાના ગામડાઓમાં તીડના ટોળાએ આક્રમણ કરીને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરીને આજે વહેલી સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભાવનગર તાલુકાનાં સેઢાવદર ગામે કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લાના 5 તાલુકાના ગામડાઓમાં તીડના ઝૂંડના ઝૂંડ ઉતરી પડતાં તંત્ર દ્વારા ખાસ રાત્રીના સમયે દવા છંટકાવ કરવાનું ખાસ અભિયાન હાથ ધર્યું હતું. આજે ભાવનગર ચિત્રા વિશ્વકર્મા જી.આઈ.ડી.સીમાં તીડના ઝૂંડ ઉતરી આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી