તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાડોશીએ ‘પાડોશીધર્મ’ સાચવ્યો:ભાવનગરમાં દલિત યુવાન માતા-પુત્રની હત્યા બાદ નિરાધાર બનેલી બ્રાહ્મણની દિકરીની સંભાળ લે છે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાજેતરમાં માતા-પુત્રની હત્યા કરાઇ હતી

શહેરમાં થોડાં દિવસ પૂર્વે માતા પુત્રની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો હતો. અંકિતાબેન જોષી નામની મહિલા અને તેના પુત્રની હત્યા બાદ તેની ત્રણ વર્ષની દિકરી માનસી નિરાધાર બની હતી. જે દિકરીની સંભાળ 1 દલિત યુવાન રાખી રહ્યો છે.

કોઈપણ ભેદભાવ વગર બહેનની દીકરીને રાખી
ભાવનગરમાં થોડાં દિવસ પહેલા અંકિતાબેન જોષી અને તેના પુત્રની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ આ બંન્ને માતા-પુત્રને ધર્મના બનેલા ભાઈ દલિત યુવકે અગ્નિદાહ આપ્યો હતો. જ્યારે બીજી તરફ અંકિતાબેનની એક ત્રણ વર્ષની દિકરી માનસીની સારસંભા‌‌ળ દલિત યુવક લઈ રહ્યો છે. જ્ઞાતિ-જાતિ, ઉંચ-નીચના ભેદભાવોથી પર થઈને સિહોરના પ્રકાશભાઈ સરવૈયા નામનો યુવાન અંકિતાબેનની દિકરી માનસીની સારસંભાળની જવાબદારી લીધી છે.

પાડોશીએ ‘પાડોશીધર્મ’ સાચવ્યો
આ અંગે મળતી વિગતો પ્રમાણે અંકિતાબેન અગાઉ જ્યારે સિહોરમાં પ્રકાશભાઈ સાથે પાડોશમાં રહેતા હતા અને ત્યારથી તેમની સાથે પારિવારિક નાતો બંધાયો હતો પ્રકાશભાઈ અંકિતાબેનને પોતાની બહેન માની હતી. પરંતુ તેમની હત્યા બાદ નિરાધાર બનેલી આ બ્રાહ્મણની દિકરી માનસીને ધર્મના માનેલા ભાઈ પોતાના સંતાનની જેમ સાચવી રહ્યાં છે. કડિયા કામમાં મજુરી અર્થે જઈ પોતાનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે અને સિહોરમાં રહે છે ત્યારે હવે તેમના પરિવારે માનસીને પરિવારના એક સભ્ય તરીકે સ્વિકારી લીધી છે. સમાજમાં ફેલાયેલા જ્ઞાતિવાદ વચ્ચે પ્રકાશભાઈના આ નિર્ણયની સોશિયલ મીડિયામાં ભારે સરાહના થઈ રહી છે.