રાજકારણ:આપે બ્યુગલ ફુંક્યું, ગારિયાધારની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજયની 10 બેઠકમાં ઉમેદવારો જાહેર
  • ઉમેદવાર તરીકે આપના સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શાસક અને વિપક્ષ ચુંટણીની રણનીતિ ઘડી રહી છે. ત્યાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીનું બ્યુગલ ફુંક્યું હોય તેમ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોનું પ્રથમ તબક્કાનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના ગારીયાધારની બેઠકનો પણ સમાવેશ કરાયો છે. આગામી વિધાનસભાની ચુંટણીની રાજકીય પક્ષો દ્વારા પુર જોશમાં તૈયારી ચાલી રહી છે. ચૂંટણીની આડે ગણતરીના મહિના જ બાકી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

એવા સમયે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ આમ આદમી પાર્ટીએ બ્યૂગલ ફુંક્યું હોય તેમ આજે ભાવનગર જિલ્લાના ગારીયાધાર વિધાનસભા સહિત રાજ્યની 10 વિધાનસભા બેઠક માટેના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ગારીયાધાર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી સુધીરભાઈ વાઘાણીનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા ટ્રસ્ટો સાથે ગારિયાધારમાં હોસ્પિટલ પણ સંચાલન કરે છે.

કેજરીવાલ સાથે ચર્ચા બાદ નામ ફાઈનલ થયા

નામબેઠક
ભેમા ચૌધરીદિયોદર
જગમાલ વાળાગીર સોમનાથ
સાગર રબારીબેચરાજી
વશરામ સાગઠીયારાજકોટ ગ્રામ્ય
રામ ધડૂક કામરેજસુરત
શિવલાલ બારસિયાદક્ષિણ,રાજકોટ
સુધીર વાઘાણીગારીયાધાર
રાજેન્દ્ર સોલંકીબારડોલી

ઓમ પ્રકાશ તિવારી

નરોડા
અર્જૂન રાઠવાછોટાઉદેપુર
અન્ય સમાચારો પણ છે...