રજૂઆત:વીજ જોડાણમાં નામ ટ્રાન્સફરની નવી ડિપોઝિટ અંગે ડી.ચેમ્બરની રજૂઆત

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પી.જી.વી.સી.એલ. દ્વારા લેવામાં આવતી
  • ગ્રાહક સંમતિ આપે તો કોઈ ડિપોઝિટ લેવાય નહી, ડિવિઝનમાં સૂચના આપવાની માંગ

જી.ઇ.આર.સી દ્વારા અમલમાં મૂકવા આવેલ સપ્લાય કોડ નાં નિયમો પ્રમાણે વીજ ગ્રાહકને નામ ટ્રાન્સફર માટે જૂના ગ્રાહકની સંમતિ હોય તો નવી ડિપોઝિટ ભરવાની થતી નથી. છતાં પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી નાં તાબા હેઠળના તમામ ડિવિઝન માં કચેરી દ્વારા નામ ટ્રાન્સફર નું ફોર્મ ન સ્વીકારીને નવી ડિપોઝિટ ભરાવવામાં આવે છે. જે અંગે ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પી.જી.વી.સી.એલ નાં અધિક્ષક ઈજનેર ને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં વારસાઈ હકથી નામ ટ્રાન્સફર માં કોઈ ડિપોઝિટ ભરવાની થતી નથી. તેમ છતાં દરેક કનેક્શન માં નવી ડિપોઝિટ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેની ફરિયાદ પણ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તા. 6 જૂન નાં રોજ પત્ર દ્વારા સપ્લાય કોડ ની કલમ પ્રમાણે જો જૂનો વીજ ગ્રાહક સંમતિ આપે તો નવા વીજ ગ્રાહક ને કોઈપણ પ્રકારની ડિપોઝિટ આપવી પડતી નથી તેવો ઉલ્લેખ છે.

માત્ર ડિપોઝિટ ની રકમ ઓછી હોય તો તેટલી જ રકમ ભરવાની હોય છે. આ બાબતે તમામ ડિવિઝન માં લેખિત સૂચના આપવાની ચેમ્બર દ્વારા મનાગ કરવામાં આવી છે.આ રીતે ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પી.જી.વી.સી.એલ.ની આ નિતી સામે રજૂઆત કરીને તમામ ડિવીઝનોને સૂચના આપવા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...