કોલેજિયન યુવતીનું મોત:ભાવનગરના સુભાષનગર પાસે ટેન્કરચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થિનીનું મોત

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના સુભાષનગર રોડપર પાણીના ટેન્કર ચાલકે વિદ્યાર્થિનીને અડફેટે લેતાં યુવતી ટેન્કર તળે કચડાઈ જતાં વિદ્યાર્થિંનીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મહિલા કોલેજમાં અભ્યાસ અર્થે જઈ રહી હતી
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના સીમાડે આવેલ અકવાડા રોડ પર આવેલ સ્વપ્નસૃષ્ટિ ખાતે રહેતી અને મહિલા કોલેજમાં અભ્યાસ કરતી રાધિકાબેન મકવાણા ઉંમર વર્ષ 19 સવારના સમયે પોતાની સાઇકલ લઇને અભ્યાસ કરવા માટે મહિલા કોલેજ જઈ રહી હતી. તે દરમિયાન શહેર ફરતી સડક પર પાણીના ટેન્કર નંબર. GJ 38 T 7866ની અડફેટે આવી જતા વિદ્યાર્થિનીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા
આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સ્થળ પર છોડી ફરાર હતો, આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી જરૂરી કેસ કાગળો કરી વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...