હાડમારી:સાયબર ટ્રેઝરીની ઓનલાઇન સાઇટ વારંવાર ઠપ્પ થતા હાડમારી

વલભીપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ફી ભરપાઇ કર્યા પછી નોંધણી માટેની એપોઈટમેન્ટ મળે છે
  • વલભીપુર તાલુકાના અરજદારોને સમસ્યાનો કરવો પડતો સામનો

વલભીપુર શહેર અને તાલુકાના લોકોને દસ્તાવેજ નોંધણી કરાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરવી ફરજીયાત છે આ ઓનલાઇન સાઈટ દિવસભર વારંવાર ઠપ્પ થઇ જતી હોય અરજદારોને પારાવાર મુશ્કેલી અને હાલાકી વેઠવી પડે છે.

સરકાર દ્વારા રાજયભરમાં મિલ્કતોના દસ્તાવેજો તેમજ અન્ય લેખોની રજીસ્ટ્રેશન નોંધણી કરાવવા માટે જે તે સ્થાનીક તાલુકા કક્ષાએ આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે અરજદાર પક્ષકારાએ જવું પડે છે. આ પૂર્વે જે મિલ્કતો કે લેખોની નિયમ મુજબની થતી રજીસ્ટ્રેશન ફી ફરજીયાતપણે રાજય સરકારની સાયબર ટ્રેઝરીની વેબસાઇટ ઉપર ઓનલાઇન ફી ભરપાઇ કર્યા પછી દસ્તાવેજ નોંધણી માટેની એપોઈટમેન્ટ મળતી હોવાથી આ કાર્યવાહી સર્વ પ્રથમ કરવી જરુરી હોય છે.

આ વેબસાઇટનું સરર્વર મોટાભાગે હેન્ગ(ઠપ્પ) થઇ જતુ હોય એપોઈન્ટમેન્ટ માટે અરજદારોને અડધા થી લઇ આખો દિવસ સાયબર સેવા આપતી એજન્સી પાસે બેસી રહેવું પડે છે. હવે તો મોટાભાગની કામગીરી ઓનલાઇન થતી હોવાથી અરજદારો અન્ય કામકાજ માટે જઇ શકતા નથી. જો સાઇટ બરોબર ચાલી તો 10-15 મીનીટમાં કામગીરી પૂર્ણ થવા સાથે એપોઈન્ટમેન્ટ મળી જાય નહીં તો અજરદારને કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવાનું.

અન્ય સમાચારો પણ છે...