લોકો મુશ્કેલીમાં:બજારોમાં રૂા.10ના ચલણી સિક્કાનુ ચલણ બંધ થઈ ગયુ !!

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીઓ દ્વારા દસનો સિક્કો લેવાની ચોખ્ખી ના
  • ભારતીય ચલણ સ્વીકારવાનો ઈન્કાર કરવો તે કાયદા મુજબ ગુન્હો, તત્કાલ બદલાવ જરૂરી

ભાવનગરની બજારોમાં વેપારી અને પાન - ગલ્લાની લારીઓ વાળાએ એકાએક દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ આવ્યો હતો અને આજે પણ કોઈની પાંચની નોટ સ્વીકારતુ નથી.ભાવનગરની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ અંગે શાકમાર્કેટના વેપારીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, સાહેબ કોઈ ગ્રાહક જ 10નો સિક્કો લેતુ નથી અને બેંકવાળા પણ 10ના સિક્કા લઈ જઈએતો હેરાન કરે છે એટલે અમારે ન છુટકે 10નો સિક્કો લેવાની ના પાડીએ છીએ.

શહેરના વકીલ હિરેનભાઈના જણાવ્યા મુજબ ભારતી ચલણ પછી તે 5ની નોટ હોય કે 10 સિક્કો હોય તેલાની કોઈ ના પાડે તો કાયદા મુજબ તે ગુનો છે અને ફરિયાદ થાય તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આ અગાઉ રૂા.5ની નોટ વેપારીઓ લેવાનુ બંધ કરતા હવે ધીરેધીરે પાંચની નોટ બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. રૂા. એક, બે કે પાંચના સિક્કાના બજારમાં છુટથી ફરે છે ત્યારે દસનો સિક્કો જ કેમ નથી ચાલતો તે એક રહસ્ય છે. ભાવનગર શહેરમાં બહારગામથી આવનારા લોકો માટે આ દસના સિક્કા ચાલતા ન હોય ત્યારે ભારે પરેશાનીનો ભોગ બનવુ પડે છે જ્યારે ભાવનગરથી બહાર જાય ત્યારે આવા સિક્કા ચાલી જાય છે.

અન્ય સમાચારો પણ છે...