તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રૂકાવટ:રોપા વાવવાના વિરોધમાં ટોળાની જંગલ સળગાવી દેવાની ધમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં ફોરેસ્ટર વનીકરણની કામગીરી વખતે ગાળો આપી હુમલાની ધમકી

જેસર રેન્જ વિસ્તારમાં આવેલ સરકારી જંગલની જમીનમાં ફોરેસ્ટ સ્ટાફ દ્વારા રોપા વાવી થઇ રહેલી વનીકરણની કામગીરીનો વિરોધ કરી કેટલાક શખ્સોએ જંગલમાં આગ લગાડી, પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાઇ હતી.

જેસર ક્ષેત્રીય રેન્જ વિસ્તારમાં આવેલ જુના પા જંગલમાં સરકારી જમીન સર્વેનં. 174/પૈકી1/1 હે.150ની જમીન ફોરેસ્ટર મુકેશભાઇ.કે.વાઘેલા તથા તેનો સ્ટાફ છોડવાઓ વાવી વનીકરણની કામગીરી કરતા હતા ત્યારે જુના પા ગામના વિપુલ મનસુખભાઇ સરવૈયા, હાલુ મહાવિરસિંહ સરવૈયા, લગ્ધીરસિંહ કિરીટસિંહ સરવૈયા, રાજુ ભરતભાઇ સરવૈયા, કુલદીપ ગુણપણસિંહ સરવૈયા, પૃથ્વીરાજ પોલુભા સરવૈયા, મુના પ્રવિણસિંહ સરવૈયા અને અન્ય ચારેક અજાણ્યા ઇસમોએ આવી ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી કામ કરતા સ્ટાફના ટાંટીયા ભાગી નાખવાની ધમી આપી હતી તથા વાવેલા છોડવા ઉખેડી નાખી જંગલ સળગાવી નાખવાની ધમકી આપી હતી. તથા કુહાડી, લોખંડના પાઇપ, લાકડીઓ જેવા હથીયાર સાથે મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આમ જેસર રેન્જ વિસ્તારમાં વનીકરણની કામગીરી કરતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ જંગલ સળગાવી દેવાની ધમકી આપી હથીયારો સાથે માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...