તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાઈટ કફર્યૂની અસર:લૉકડાઉનની દહેશતના પગલે ભાવનગરની બજારમાં જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઉમટી

ભાવનગર10 દિવસ પહેલા
 • રાત્રિ કફર્યૂ લાગુ થતા લોકો દિવસે જ બજારમાં ખરીદી માટે પહોંચ્યા

કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાને રાખી ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારથી રાત્રિ કફર્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. રાત્રિ કફર્યૂની જાહેરાત થતાંની સાથે આજે પ્રથમ દિવસની સવારથી જ લોકો કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં.

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાના કારણે રાજય સરકારે 20 શહેરોમાં રાત્રિ કફર્યૂની જાહેરાત કરી છે. આજે બુધવારના રોજથી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે. આ 20 શહેરોમાં ભાવનગરનો પણ સમાવેશ કરાયો છે.

ભાવનગર શહેરના મુખ્ય બજારોમાં બુધવારે સવારથી અનાજ કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં. ખાસ કરીને અનાજ-કરિયાણાની દુકાનો પર આવેલી દુકાનો પર ગ્રાહકોની કતાર જોવા મળી હતી.

રાતના 8 વાગ્યાથી કરફયુની અમલવારી માટે પોલીસતંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 7,343 કેસો પોઝીટીવ નોંધાય ચુકયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો