તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાવનગરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અને નગરપાલિકાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની ભીડ જામી

ભાવનગર20 દિવસ પહેલા
 • 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને 2જી માર્ચે ચૂંટણી પરીણામ જાહેર થશે

ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો, 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો અને ૩ નગરપાલિકાની 96 બેઠકો સહિત કુલ 342 બેઠકોની ચૂંટણી આગામી ર૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર નોંધાવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી દીધા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી.

મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રની ચકાસણી બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપે નો રીપીટની થીયરી અપનાવી નવ યુવાન ઉમેદવારોને તક આપી છે. જયારે સામા પક્ષે કોંગ્રેસે ચૂંટાયેલા સદસ્યોને ચૂંટણી લડવાની તક આપી છે. આગામી 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને 2જી માર્ચે ચૂંટણી પરીણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો