તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગનો ગુનો:કુંઢડા ગામે લગ્નના આયોજન કરનાર વેવાઈઓ સામે ગુનો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાવટી રે, સાજન બેઠું પોલીસ મથકમાં રે...
  • લગ્નના જમણવારમાં 250 માણસો ભેગા કરી કોરોનાની ઐસી તૈસી કરનારા પર પોલીસ તવાઈ

કોરોનાની બીજી લહેરમાં સ્મશાનમાં લાગેલી લાઈનો જોવા છતાં કોરોના અંગે ગંભીર થવાને બદલે નિયમોની ઐસી તૈસી કરી લગ્નના આયોજન કરી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરનારાઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે.

તળાજાના કુંઢડા ગામે લગ્નના આયોજનમાં લગ્ન મંડપમાં 70 થી 80 લોકોને જ્યારે લગ્ન મંડપથી થોડે દૂર જમણવારમાં આશરે 200-250 લોકોને એકઠાં કરી લગ્નનું આયોજન કરાવનારા સામે તળાજા પોલીસે ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે કુંઢલા ગામે કાશીરામભાઈ રામજીભાઈ પરમારની બે દિકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન મંડપમાં 70-80 લોકો અને જમણવારમાં 200-250 લોકો ભેગા કરી કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. આ મામલે તળાજા પોલીસે કન્યાઓના પિતા કાશીરામભાઈ રામજીભાઈ પરમાર (રહે. કુંઢડા, તા. તળાજા), વરરાજાઓના પિતા કેશાભાઈ બેચરભાઈ રાઠોડ (રહે. કરમદિયા, તા. મહુવા) અને વલ્લભભાઈ ખાટાભાઈ મકવાણા (રહે. મથાવડા, તા. તળાજા) વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...