ક્રિકેટ ટુર્નામેન્ટમાં:ક્રિકેટ એકેડેમી ભાવનગર સેમી ફાઇનલમાં પહોંચી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SGVP અંડર-17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં

અમદાવાદ ખાતે એસજીવીપી અંડર-17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગરની સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડેમીની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી છે. પ્રથમ મેચમાં ક્રિકેટ એકેડેમીએ 186 રન નોંધાવ્યા હતા. જેમાં વીર ભટ્ટના 80 રન મુખ્ય હતા. રાઇઝિંગ સ્ટાર એકેડેમી 151 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. યશપાલ ગોહિલે 4 વિકેટ મેળવી હતી.

બીજી મેચમાં ક્રિકેટ એકેડેમીએ 206 રન નોંધાવ્યા હતા. જેમાં વીર ભટ્ટના 88, ઉત્પલ સોલંકીના 33, યશપાલ ગોહિલના 30 રન મુખ્ય હતા. જીએનઆર બોમ્બર્સની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સુમિત પરમાર અને યશપાલ ગોહિલે 3-3 વીકેટો મેળવી હતી.ક્વાટર ફાઇનલ મેચમાં ક્રિકેટ એકેડેમીએ 149 રન ફટકાર્યા હતા. જેમાં વીર ભટ્ટના 49 રન મુખ્ય હતા. ઓલ સ્ટાર-11 ટીમ 140 રનમાં તંબુભેગી થઇ ગઇ હતી. સુમિત પરમારે 3 વિકેટ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...