વિશેષ:દુર્વા, કેળ, નાળિયેરીનાં પાનમાંથી ગણેશની મૂર્તિનું સર્જન

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરીને પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશ વહેતો મુકાયો
  • ગણેશજીને પ્રિય, આધ્યાત્મિક અને આયુર્વેદિક ચીજોનું મિશ્રણ કરાયું

હાલમાં ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરીને પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશ વહેતો મુકાયો છે. ત્યારે ગણેશજીના ભક્તો દ્વારા અલગ-અલગ મૂર્તિઓનું સર્જન કરાય રહ્યું છે ત્યારે આ વર્ષે એક ભક્ત દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ કંઈક વિશેષ સંદેશ આપે છે.આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. ગણેશજીને પ્રિય, આધ્યાત્મિક અને આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી દુર્વા, કેળ તથા નાળિયેરીનાં પાનનો ઉપયોગ કરી ડો. કાશ્મીરા સુતરિયા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશજીનું નિર્માણ કરવામાં આવ્યું અને રોટરી ગવર્નર દ્વારા તેનું પૂજન કરી પર્યાવરણ સંરક્ષણ અંગેનો શુભ સંદેશ વહેતો મુકવામાં આવ્યો હતો.

ભગવાન ગણેશને અતિશય પ્રિય એવી દુર્વા(ધરો) વિના ગણેશજીનું પૂજન અધુરુ માનવામાં આવે છે. દુર્વા શબ્દ દુ:(દુર છે એ) અને અવમ(નજીક લાવે) આ બે શબ્દો પરથી બન્યો છે. એટલે કે દુર્વા ભગવાનનાં શુદ્ધ, આધ્યાત્મિક ગુણોને ભક્તની નજીક લાવે છે. ગુણમાં શીતળ એવી દુર્વાની સમુદ્રમંથન દરમ્યાન ભગવાન વિષ્ણુના વાળમાંથી થઈ હોય તેને પવિત્ર માનવામાં આવે છે.

વળી સમુદ્રમંથન દરમ્યાન નીકળેલા અમૃતનું પાત્ર આ દુર્વા પર મુકતાં તેનાં ટીપાં દુર્વા પર પડેતાં તેને અમરત્વ પ્રાપ્ત થયું હતું. તેથી જ દુર્ગાની આપણે ગમે તેટલી કાપીને તો પણ તેને ફેલાવો બધી જ દિશામાં થયા કરે છે. આમ, દુર્વાની આ લાક્ષણિક ગુણ સાથે ભગવાન ગણેશજીને અર્પણ કરી ભક્તો જીવનમાં શાંતિ, સમૃધ્ધિની કામના કરે છે. કુમળી ટોચ પરનાં ત્રણ પર્ણો આદિ શિવ, આદિ શક્તિ અને આદિ ગણેશનાં સિધ્ધાંતોનુ પ્રતિનિધિત્વ કરે છે. દુર્વામાં ભગવાન ગણેશજીનાં સિદ્ધાંતોને આકર્ષિત કરવાની ઉચ્ચ ક્ષમતા છે.

અન્ય સમાચારો પણ છે...