આગ:ભાવનગર શહેરમાં આગના અલગ- અલગ ત્રણ બનાવો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંભારવાડાની અમર સોસાયટીની ઓરડીમાં આગ, જ્યારે વડવાના મીના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઈલે. મીટર સળગ્યા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં નાના-મોટા આગના ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નાના-મોટા આગના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં આજે બપોરના ત્રણ વાગ્યા આસપાસ કુંભારવાડા અમર સોસાયટીના પ્લોટ નં. 56માં આવેલી એક ઓરડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.

આ ઓરડી ભાડે રાખી ફારૂકભાઈ ઈનુસભાઈ અગવાન મેટ્રેસિસનું કામ કરતા હતા. તેઓ ઓરડી બહાર ગાદલું સિવતા હતા અને તેમના પત્નિ ઓરડીમાં હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા તેમના પત્નિ બહાર આવી ગયા હતા અને તે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ આગના લીધે દુકાનમાં રાખેલું આશરે 120 કિલોગ્રામ જેટલું રૂ સળગી ઉઠ્યું હતું અને મશીનરીને નાની મોટી નુંકસાની થતાં આશરે રૂ. 40,000નું નુંકસાન થયાનું અનુમાન છે.

જ્યારે ગત રાત્રીના 11.15 વાગ્યા આસપાસ શહેરના વડવા ચોરા ખડીયા કુવા પાસે મીના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઈલેક્ટ્રિક મીટરો સળગી ઉઠતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ડીસીપી પાઉડરનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. તેમજ અન્ય એક બનાવમાં ગત રાત્રીના 11.50 કલાકે કાળાનાળા પૃથ્વી કોમ્પ્લેક્સના શિવ મેડિકલ એજન્સીમાં વેસ્ટેજ કચરો સળગી ઉઠતા લાગેલી આગને ફાયર વિભાગે પ્રાથમિક કામગીરી કરી બુઝાવી હતી.

અન્ય સમાચારો પણ છે...