તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ:ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી જળાશયોને પ્રદૂષણમુક્ત રાખો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક ઓફ પેરિસને બદલે માટીની મૂર્તિ બનાવો
  • ગણેશોત્સવ દરમિયાન નદી, નાળાઓને પ્રદૂષણમુક્ત રાખવા અનુરોધ કરાયો

ભાવનગર જિલ્લામાં આ વર્ષે જાહેર જનતાએ નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણ મુકત રાખવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જન કરી શકાશે નહીં.

પાણીમાં આસાનીથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ કુદરતી જળાશયોમાં વિસર્જિત કરી શકાશે. પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂતિઓના વિસર્જનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લેતા ગણેશ ઉત્સવ મંડળોએ ભાવનગર અને કુદરતી જળાશયોને પ્રદૂષણથી બચાવવા આવી મૂર્તિઓની સ્થાપના ટાળવી જોઇએ.

ગણેશ ઉત્સવ મંડળોએ “શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની” ના સૂત્રને અનુસરીને નાની સાઇઝની ઇકો ફેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી જોઇએ. મૂર્તિઓના રંગોમાં કેમિકલ્સનો ઉપયોગ ટાળી કુદરતી રંગો, મટીરીયલ્સનો આગ્રહ રાખવો જોઇએ. માળા, કપડાં, થર્મોકોલ જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન ન કરવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...