વિદ્યાનગર અનંતવાડી વિસ્તારમાં સરકારી પડતર જમીન ઘણા સમયથી ફાજલ પડી રહેતા તે જમીન મહિલા સશકિતકરણ સંકુલ નારી કવચના બાંધકામ માટે ફાળવી છે. અનેક રજૂઆતો બાદ સોસાયટીમાં ડામરરોડ અને બ્લોક નાખી આપવામાં આવેલ. બ્લોક નીચે સોસાયટીની ગટર, ટેલીફોન, ગેસ અને પાણીની લાઈનો પણ આવેલ છે. સદરહુ જગ્યામાં રહેણાંકી કવાર્ટર અથવા વિધાનગર અનંતવાડીના રહીશો માટે એક પણ બગીચો કે જોગીંગ ગાર્ડન નથી. તો આ જગ્યા પર બગીચો બનાવવા મંજુરી આપવા સોસાયટીના લાકોની માંગણી છે.
અનંતવાડી વિદ્યાનગરના રહીશો સોસાયટીમાં ઘણા લાંબા સમયથી શાંતિથી રહે છે. તેમને તાજેતરમાં જાણવામાં આવ્યું છે કે અનંતવાડીના પ્લોટ નં. 34/35/36/37 ની સામે અને પોલીસ લાઈનની પશ્ચિમ બાજુની દિવાલ વચ્ચે સરકારી પડતર જમીન ઘણા સમયથી ફાજલ પડેલ છે. અને આ જમીન મહિલા સશકિતકરણ સંકુલ નારી કવચના બાંધકામ માટે ફાળવી છે.
પરંતુ સામાન્ય રીતે રહેણાંકી વિસ્તારમાં સરકારી ઓફીસો બનતી હોતી નથી. તેમજ આ જગ્યાની પૂર્વ બાજુએ ધણા લાંબા સમય પછી ડામર રોડની માંગણી સ્વીકારાઈ છે અને ડામર રોડ બનાવવામાં આવેલ છે. અને આ ડામર રોડથી રહીશોના મકાન બાજુ મ્યુ. કોર્પોરેન તરફથી બ્લોક પણ નાખી આપવામાં આવેલ. જે બ્લોક નીચે સોસાયટીની ગટર, ટેલીફોન, ગેસ અને પાણીની લાઈનો પણ આવેલ છે.
સદરહુ જગ્યામાં રહેણાંકી કવાર્ટર અથવા વિધાનગર અનંતવાડીના રહીશો માટે એક પણ બગીચો કે જોગીંગ ગાર્ડન નથી. તો આ જગ્યા પર બગીચો બનાવવા મંજુરી આપવા સોસાયટીના લાકોની માંગણી છે. સદરહુ ડામર રોડ અને બ્લોક નાંખવા કરેલ સરકારી ખર્ચ વ્યર્થ ન જાય તે માટે યોગ્ય કરવાની માંગણી જિલ્લા કલેક્ટરને કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.